Western Times News

Gujarati News

આર્થિક સંકટમાંથી ઉભરવા માટે વૈશ્વિક અને રાષ્ટ્રીય સુધાર માટે દુનિયાએ આગળ આવવાની જરૂરઃ ઓમ બિરલા

નવી દિલ્હી, લોકસભા સ્પીકર ઓમ બિરલાએ કહ્યુ કે વૈશ્વિક અને રાષ્ટ્રીય સુધારની જરૂરિયાત માટે આંતરરાષ્ટ્રીય સમુદાયને સાથે આવવાની જરુર છે. ઓમ બિરલાએ કહ્યુ કે આંતરરાષ્ટ્રીય સમુદાયે કોરોના મહામારીના કાળમાં દુનિયાને ન્યાયપૂર્ણ અને સમાન મોકો આપવા માટે વૈશ્વિક અને રાષ્ટ્રીય સુધારાને પ્રોત્સાહન આપવુ જાેઈએ.

ઓમ બિરલાએ આ નિવેદન વર્લ્‌ડ કૉન્ફરન્સ ઑફ સ્પીકર્સ ઑફ પાર્લિયામેન્ટની ડિબેટમાં આપ્યુ છે. આ દરમિયાન ઓમ બિરલાએ કોરોના મહામારીના કાળમાં ભારતના વૈશ્વિક પ્રયાસોને પણ દુનિયા સામે મૂક્યા.

ઓમ બિરલાએ કહ્યુ કે કોરોના બાદ વૈશ્વિક અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે સભ્ય દેશોના સહયોગ અને મદદની જરુર છે. જેનાથી વૈશ્વિક અર્થવ્યવસ્થાને જલ્દી નુકશાનથી બહાર કાઢી શકાય. બિરલાએ કહ્યુ કે ભારત આ દિશામાં સૌથી આગળ છે, માનવીય સંકટ માટે મદદ માટે ભારત સતત મહામારીના કાળમાં સહાયતા શિબિર અને ઑપરેશન ચલાવતુ રહ્યુ છે.

ભારતે ૧૫૦થી વધુ દેશોને વેક્સીન, દવા અને અન્ય ઉપકરણ પૂરા પાડ્યા અને દુનિયાના સારા સ્વાસ્થ્ય માટે પોતાની પ્રતિબદ્ધતાને વ્યક્ત કરી.

ઓમ બિરલાએ કહ્યુ કે કોરોના કાળમાં ભારત આ મહામારીમાંથી બહાર નીકળવા માટે ખૂબ જ સક્રિય હતુ. શરૂઆતમાં ભારતે જે પગલાં લીધા તેના કારણે ભારતને આ મહામારી સામે લડવા માટે સમય અને સંશાધનો એકઠા કરવામાં મદદ મળી. અમે અમારે ત્યાં પીપીઈ કિટ્‌સનુ ઉત્પાદન વધાર્યુ, માસ્ક, ફેસ કવર, ઑક્સિજન, દવા, વેન્ટીલેટર અને અન્ય સામાન જેની જરુરત કોરોના સામે લડવા માટે થાય છે તેનુ ઉત્પાદન કર્યુ. ભારતે શરૂઆતમાં લૉકડાઉનનુ એલાન કર્યુ ત્યારબાદ બે મોટા આર્થિક પેકેજ આપવામાં આવ્યા જેનાથી લોકોને ઘણી મોટી રાહત મળી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.