શેરબજારના વ્યવહારોની જાણ આવકવેરા ખાતાને પોર્ટલ મારફતે થઈ જશે

કેન્દ્રના આવકવેરા વિભાગે એક મહત્વના કદમમાં જે નવું આઈટી પોર્ટલ 2.0 તૈયાર કર્યુ છે તે હવે મુંબઈ શેરબજારના તથા નેશનલ સ્ટોક એકસચેંજના પોર્ટલ સાથે સીધુ જોડાઈ જશે જેથી શેરબજારમાં થતા દરેક વ્યવહારોની જાણ આવકવેરા ખાતાને પોર્ટલ મારફતે થઈ જશે.
સરકારે જે ઈ-ફાઈલીંગની વ્યવસ્થા ગોઠવી છે તેમાં કરદાતાને તેના રોકાણ અને કમાણી અંગેની ડેટાના આધારે નફા તથા વ્યાજ સહિતની આવકની માહિતી અગાઉથી જ ભરેલા ફોર્મમાં આપી દેવાય છે અને તેમાં શેરબજારમાં રોકાણના વ્યવહારો પણ સામેલ થઈ જશે
જેથી જે કંઈ રોકાણ પર નફો થયો હશે તેની માહિતી આવકવેરા ખાતાને આપોઆપ થઈ જશે અને તેના પરથી આવકવેરો નિશ્ર્ચિત થશે. ખાસ કરીને જે લોકો રીટર્ન ફાઈલ કરતા નથી તેમના માટે આ વ્યવસ્થા વધુ ચિંતાજનક બની રહેશે.