Western Times News

Gujarati News

19 વર્ષની વયે મહિલા પાઈલોટ બનનાર મૈત્રિ પટેલને મુખ્યમંત્રીએ અભિનંદન આપ્યા

અમેરિકામાં પ્રશિક્ષણ મેળવીને સૌથી નાની 19 વર્ષની વયે મહિલા કોમર્શિયલ પાઈલોટ બનનાર સુરતના ઓલપાડની કિસાન દીકરી અને ગુજરાતનું ગૌરવ શ્રી મૈત્રિ પટેલને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અભિનંદન આપીને સફળ કારકિર્દી માટે ગાંધીનગર ખાતે શુભેચ્છાઓ આપી હતી.

ઉલ્લખનીય છે કે, ઓલપાડના શેરડી ગામના મુળ વતની અને હાલમાં ઓલપાડ ખાતે રહેતા ખેડૂત કાંતિભાઈ પટેલની દીકરી મૈત્રિએ સુરતમાં ધોરણ બારનો અભ્યાસ કર્યો હતો.

ત્યારબાદ અમેરિકામાં કુલ 18 માસની પાઈલોટની તાલીમ માત્ર 11 મહિનામાં સફળતાપૂર્વક પૂર્ણ કરીને કોમર્શિયલ વિમાન ઉડાવવા માટેનું 19 વર્ષની વયે લાયસન્સ મેળવીને ભારતમાં સૌથી નાની ઉંમરની પાઈલોટ બનવાની સિદ્ધિ મેળવી હતી.

આ મુલાકાત પ્રસંગે પાઈલોટ મૈત્રિ પટેલના માતા-પિતા તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ વ્યવસાયિક સેલના સંયોજક કરસનભાઈ ગોંડલિયા ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.