Western Times News

Gujarati News

ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપનો બીજો રાઉન્ડ ચેન્નાઈમાં

ઇડેમિત્સુ હોન્ડા એસકે69 રેસિંગ માટે રાજીવ અને સેન્થિલની નજર આઇએનએમઆરસી રાઉન્ડ 2માં વિજય પર

ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ 2021 સાથે રેસટ્રેક પર 26 મિલેનિયલ્સ રાઇડર્સ રોમાંચક મુકાબલ માટે સજ્જ

15 રાઇડર્સને હોન્ડા હોર્નેટ 2.0 વન મેક રેસનો અનુભવ એક વાર ફરી લેવાની તક મળશે

ચેન્નાઈ, રાઉન્ડ 1માં પોતાના પાવર પેક પર્ફોર્મન્સ સાથે ચેમ્પિયનશિપ માટેનો પાયો નાંખનાર હોન્ડા રેસિંગ ઇન્ડિયા રાઇડર્સએમઆરએફ એમએમએસસી એફએમએસસીઆઈ ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપ 2021ના બીજા રાઉન્ડ માટે ચેન્નાઈમાં પુનરાગમન કરશે.

વીકેન્ડમાં રોમાંચક સ્પર્ધાઓમાં ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ ક્લાસ, હોન્ડા હોર્નેટ 2.0 વન મેક રેસ અને પ્રો-સ્ટોક 165સીસી ક્લાસની નેશનલ ચેમ્પિયનશિપમાં હોન્ડા મશીનો પર કુલ 43 રાઇડર્સ જોવા મળશે.

ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપની પ્રો-સ્ટોક 165સીસી કેટેગરીમાં હોન્ડાની જવાબદારી રાઇડર જોડી રાજીવ સેતુ અને સેન્થિલ કુમાર લેશે. ચેમ્પિયનશિપમાં ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ (એનએસએફ250આર અને સીબીઆર150આર ક્લાસ)માં ટોચની પોઝિશન મેળવવા માટે હોન્ડાના 26 યુવાન રાઇડર્સ વચ્ચે રોમાંચક સ્પર્ધા થશે. સાથે સાથે દેશભરમાં 15 અનુભવી રાઇડર્સ હોન્ડા હોર્નેટ 2.0 પર રેસમાં તેમની પ્રતિભા પુરવાર કરવા મેદાનમાં ઉતરશે.

બીજા રાઉન્ડ માટે સંભાવના પર હોન્ડા મોટરસાયકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના બ્રાન્ડ એન્ડ કમ્યુનિકેશનના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ શ્રી પ્રભુ નાગરાજે કહ્યું હતું કે, “8 મહિનાના ગેપ પછી અમારા રાઇડર્સે રેસટ્રેક પર પુનરાગમન કર્યું હતું.

પહેલા રાઉન્ડમાં મજબૂત અને પ્રશંસનીય પર્ફોર્મન્સ સાથે હોન્ડા રેસિંગ ઇન્ડિયાએ રેસિંગની 2021ની સિઝનની સારી શરૂઆત કરી હતી. એને જાળવી રાખીને અમે આ વીકેન્ડમાં આગામી રાઉન્ડ માટે સજ્જ છીએ. અમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કહી શકીએ કે, અમારા રાઇડર્સે રેસટ્રેક પર સરળતા અનુભવવાની સાથે ટોચના સ્થાન મેળવવા વ્યૂહાત્મક રીતે વિચારવાની શરૂઆત પણ કરી છે. આ વીકેન્ડ રસપ્રદ બની રહેશે, કારણ કે અમારી રાઇડરની ટીમ રેસને રોમાંચક બનાવવા ફરી સજ્જ છે.”

એમઆરએફ એમએમએસસી એફએમએસસીઆઈ ઇન્ડિયન નેશનલ મોટરસાયકલ રેસિંગ ચેમ્પિયનશિપ – પ્રોસ્ટોક 165સીસી

રાઉન્ડ 1માં મજબૂત શરૂઆત કર્યા પછી ઇડેમિત્સુ હોન્ડા એસકે 69 રેસિંગ ટીમે 58 પોઇન્ટ સાથે બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. બેક-ટૂ-બેક 2 પોડિયમ ફિનિશ સાથે રાજીવ સેતુ કુલ 36 પોઇન્ટ સાથે ચેમ્પિયનશિપમાં બીજી પોઝિશન પર પહોંચી ગયા છે. તેમના ટીમના સાથીદાર સેન્થિલ કુમાર 22 પોઇન્ટ સાથે ટોપ પર પહોંચવા આક્રમક સ્પર્ધા કરી રહ્યાં છે.

ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપ એનએસએફ250આર અને સીબીઆર150આર

વળી 11થી 21 વર્ષના 26 યુવાન રાઇડર્સની રેસિંગ આ વીકેન્ડમાં રોમાંચક પુરવાર થશે, જે ઇડેમિત્સુ હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ કપમાં નેક્સ્ટ જનરેશન રાઇડર્સની પ્રતિભા બહાર લાવશે.

પ્રથમ રાઉન્ડમાં 2 પોડિયમ વિજય સાથે ચેન્નાઈના કેવિન ક્વિન્ટલ ટેલેન્ટ કપની એનએસએફ250આર કેટેગરીમાં મોખરે છે. તેમના માટે પડકારરૂપ ચેન્નાઈના જ્યોફ્રી ઇમાન્યૂઅલ અને બેંગાલુરુના સેમ્યુઅલ માર્ટિન બનશે. તેમને ચેન્નાઈના વરુણ એસ, ચરન ટી, દીપક એસ અને શ્યામ સુંદર, પૂણેના સાર્થક ચવ્વાણ, વેલાચેરીમાંથી મોહસિન પી, બેંગાલુરુમાં એએસ જેમ્સ, ત્રિચીમાંથી રાજ દશવંત અને બેલગાંવના વિવેક રોહિત કાપડિયા આકરી સ્પર્ધા પૂરી પાડશે.

દરમિયાન અત્યારે ચેન્નાઈના 13 વર્ષીય રક્ષિત એસ દવે સીબીઆર150આર ક્લાસના 1 રાઉન્ડમાં એક પછી એખ વિજય પછી સ્કોરબોર્ડમાં મોખરે છે. નવા રાઇડર્સ 14 રાઇડર્સની ગ્રિડ પૂર્ણ કરશે, જેમાં પ્રકાશ કામત અને શ્યામ બાબુ (જેઓ બીજા અને ત્રીજા સ્થાને છે), જેમની પસંદગી હોન્ડા ઇન્ડિયા ટેલેન્ટ હન્ટમાં થઈ હતી – પછી એ બોકારો સ્ટીલ સિટી, પટણા, સતારા, પૂણે, મુંબઈ, ઉત્તુર, મલાપ્પુરમ અને ચેન્નાઈ હોય. તેઓ જબરદસ્ત આત્મવિશ્વાસ અને ખંત સાથે ચેમ્પયિનશિપમાં ટોચનું સ્થાન મેળવવા તૈયાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.