Western Times News

Gujarati News

ફ્લિપકાર્ટ તહેવારની સિઝન માટે કિરાણા ડિલિવરી પ્રોગ્રામને વધુ મજબુત બનાવશે

●    1,00,000થી વધુ કિરાણા સ્ટોર્સ પૂરવઠા ચેઇન પાર્ટનર બનશે, જે લગભગ 10,000થી વધુ પીનકોડ્સમાં કરોડો પેકેજને ડિલિવર કરશે: આ ભાગીદારીથી કિરાણા પાર્ટનરની આવકને વેગ મળશે

●    છેલ્લી તહેવારની સિઝન કરતા કિરાણા ડિલિવરી પાર્ટનરની સંખ્યા બેગણી થઈ ગઈ છે

બેંગ્લુરુ- આગામી તહેવારોની સિઝન અને બિગ બિલિયન ડેને ધ્યાને રાખીને ફ્લિપકાર્ટ, ભારતની હોમગ્રોન ઇ-કોમર્સ માર્કેટપ્લેસ આજે જાહેર કરે છે કે, તે તેના ‘કિરાણા ડિલિવરી પ્રોગ્રામ’ને વધુ મજબુત બનાવશે, જે અંતર્ગત તેના સ્થાનિક જનરલ ટ્રેડ સ્ટોર્સને ડિલિવરી પાર્ટનર તરીકે ઓનબોર્ડ લેશે. આ તહેવારની સિઝનમાં 1,00,000થી પણ વધુ કિરાણા પાર્ટનર સાથે ફ્લિપકાર્ટ તેના કિરાણા ડિલિવરી પ્રોગ્રામને વધુ મજબુત બનાવશે, જે તહેવારોની સિઝનમાં કરોડો શિપમેન્ટને ડિલિવર કરશે. ગત વર્ષે, તહેવારોની સિઝનમાં આ ખાસ તાલિમબદ્ધ કિરાણા પાર્ટનરએ 10 મિલિયનથી પણ વધુ ડિલિવરી કરી હતી.

ફ્લિપકાર્ટએ 2019માં સ્થાનિક સ્ટોર્સ અને દુકાનોને ડિલિવરી પાર્ટનર તરીકે ઓનબોર્ડ લઈ તેમની મદદથી આ પ્રોગ્રામને મજબુત બનાવી રહ્યા છે અને ત્યારથી જ, તેઓ સતત રોકાણ કરી રહ્યા છે, જેથી તેઓ આ બિઝનેસને ડિલિવરી માટે તૈયાર કરી શકે. ફ્લિપકાર્ટની એક સમર્પિત ટીમ છે, જે ચાલી રહેલી ભાગીદારી દરમિયાન કિરાણાઓને માહિતગાર કરવા, નિપૂણતા આપવા તથા અનુભવ અને ટેકનોલોજી માટે મદદ કરે છે, જેનાથી કરોડો ડિલિવરી અડચણરહિત રીતે થાય છે. 1,00,000 મજબુત કિરાણા ડિલિવરી નેટવર્ક છે જે ગત વર્ષની તુલનામાં બે ગણું છે. ફ્લિપકાર્ટ તેના લાસ્ટ-માઈલ નેટવર્ક અને તેની પહોંચ, ખાસ તો દૂરના પીન-કોડ્સ અને ટાઉનમાં તે વધુ મજબુત બનાવી રહ્યા છે અને તેમના માટે ડિઝીટલ અપસ્કીલિંગની તક મળે છે, સાથોસાથ કિરાણા માટે વધારાની આવક ઉભી થાય છે.

આ તહેવારોની સિઝનમાં ઘણા પ્રાંતમાંથી કિરાણાઓ જોડાશે, જેમાં ખમ્મામ (તેલંગણા), બરેલી (ઉત્તરપ્રદેશ) અને જુનાગઢ (ઓડિશા) સહિતના કેટલાક નામ છે, જ્યાં ગ્રાહકો ઇ-કોમર્સમાંથી તેઓ સલમાત અને સમય પર ડિલિવરી મેળવી શકશે.

હેમંત બદરી, સિનિયર વાઇસ-પ્રેસિડેન્ટ, પૂરવઠા ચેઇન, ફ્લિપકાર્ટ ખાતે, કહે છે, “ફ્લિપકાર્ટએ અમારા સ્ટેકહોલ્ડર્સ, જેમાં વેચાણકર્તા, એમએસએમઇ, કલાકારો, ગ્રાહકો અને કિરાણાનો સમાવેશ થાય છે, તેમના માટે મૂલ્ય ઉભું કરવા પ્રતિબદ્ધ છે. ભારતના સૌથી જૂના રિટેલ ફોર્મેટમાંના એક હોવાને નાતે, કિરાણાને તેઓ આધુનિક ભારતનો આધાર બનાવે છે અને ફ્લિપકાર્ટનો પ્રયત્ન છે કે, તેઓ રિટેલના બંને સ્વરૂપને એકિકૃત કરવાનો પ્રયાસ કરે છે.

ફ્લિપકાર્ટ દ્વારા તેમના હાયપરલોકલ હાજરી અને નવીનતાઓના સંયોજનથી કિરાણા ડિલિવરી પ્રોગ્રામએ દેશમાં કિરાણાની ઇકોસિસ્ટમને વધુ મજબુત બનાવી રહ્યા છે. જે આ તહેવારોની સિઝન તથા અમારી વાર્ષિક ફ્લેગશીપ ઇવેન્ટ, ધ બિગ બિલિયન ડેઝ (બીબીડી) દરમિયાન ગ્રાહકોને ઝડપી તથા વ્યક્તિગત ડિલિવરી અનુભવ ઓફર કરવામાં મુખ્ય ભાગ ભજવશે અને આ કિરાણા પાર્ટનર્સની આવકમાં પણ વૃદ્ધિ થશે.”

કિરાણમા ડિલિવરી પ્રોગ્રામમાં છેલ્લા ત્રણ વર્ષોમાં સતત વૃદ્ધિ જોવા મળી છે અને આજે એક મહિનાની ફ્લિપકાર્ટની કુલ ડિલિવરીમાંથી ત્રીજા ભાગની ડિલિવરી પણ કરે છે, ઝડપી અને ડિલિવરીની પહોંચની સાથે કિરાણા પાર્ટનરની આવકમાં પણ વધારો થયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમારા કિરાણા પાર્ટનરએ તેની ડિલિવરીની આવકમાં લગભગ 30 ટકાનો વધારો નોંધ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.