જન્મદિવસ પર મિત્રોએ યુવકને અર્ધનગ્ન કરી ઠાઠડીમાં બાંધ્યો

નવી દિલ્હી, આજનાં સમયમાં લોકોને બર્થ ડે ઉજવવાનો ઘણો જ ક્રેઝ હોય છે. જન્મ દિવસને ખાસ બનાવવાં તલવારથી કેક કાપી હોય કે હવામાં ફાયરિંગ કર્યું હોય કે આ કોરોના કાળમાં ખુબ બધા મિત્રોએ ભેગા થઇને પાર્ટી કરી હોય તેવાં સમચાર તો ઘણાં જાેયા છે.
ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેમાં એક યુવકને જન્મ દિવસની પાર્ટી આપવી ભારે પડી. તેનાં મિત્રોએ તેની એવી હાલત કરી કે જાેઇને નવાઇ લાગી જાય કે, આવી રીતે કોઇ જન્મ દિવસની ઉજવણી કરતું હશે. જી હાં, યુવકનાં મિત્રોએ તેને પહેલાં તો શર્ટ કાઢી તેને અર્ધ નગ્ન કરી દીધો અને તેને ઠાઠડીએ બાંધી દીધો હતો.
માત્ર ૧૧ સેકેન્ડનો આ વીડિયો જાેત જાેતામાં વાયુ વેગે વાયરલ થઇ ગયો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને ૧૪ મિલિયનથી વધુ વ્યૂઝ આવી ગયા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જાેત જાેતામાં વાયરલ થઇ ગયો છે એટલું જ નહીં તે જાેનારાનાં હોશ ઉડી ગયા છે.
ઇન્ટરનેટ પર વાયરલ થયેલો આ વીડિયોમાં જાેઇ શકાય છે એક યુવકનાં જન્મ દિવસ પર તેનાં મિત્રો તેને પહેલાં લોખંડની સીડી પર સુવડાવે છે અને બાદમાં તેનો શર્ટ ઉતારી તેને અર્ધનગ્ન કરી નાખે છે. જે બાદ મિત્રો તે યુવકને સીડી બાંધી દે છે. અને તેને દિવાલે ટેકવી દે છે. જે બાદ તેની ઉપર કાદવ પાણી નાંખે છે. ત્યાર બાદ મિત્રો તેનાં ઉપર કલર્ડ ફોર્મ નાખે છે. અને આ યુવકની હાલત એવી થઇ જાય છે કે તે કંઇ જ બોલી નથી શકતો. બર્થ ડે પાર્ટીની ઘણી થિમ તમે જાેઇ હશે.
લોકોને અલગ અલગ રીતે જન્મ દિવસની ઉજવણી કરતાં જાેયા હશે. મિત્રોને ગિફ્ટ આપતા કે પછી બર્થ ડે બમ્પ્સ મારતાં જાેયા હશે પણ આ રીતે સીડી પર બાંધીને કોઇ મિત્રને બાંધીને તેનો શર્ટ ઉતારી તેનાં પર કલર્ડ ફોર્મ લગાવતાં તમે નહીં જાેયો હોય. આ વીડિયોને લોકો પસંદ કરવાની જગ્યાએ તેનાં પર ગુસ્સો ઠાલવી રહ્યાં છે. આ વીડિયો ક્યાંનો છે તે પણ સામે આવ્યું નથી પણ વીડિયો જાેનારાનો ગુસ્સો શાંત નથી થઇ રહ્યો.SSS