Western Times News

Gujarati News

મુલ્લા ઉમરનો પુત્ર યાકુબ અફઘાનિસ્તાનનો રક્ષામંત્રી

નવી દિલ્હી, ૨૪ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ પાકિસ્તાની આતંકવાદીઓએ ઈન્ડિયન એરલાઈન્સની ફ્લાઈટ આઈસી-૮૧૪ ને જૈશ એ મોહમ્મદના આતંકી મસૂદ અઝહર, અલ ઉમર મુઝાહિદ્દીનના નેતા મુશ્તાક અહેમદ જરગર અને અલકાયદાના નેતા અહમદ ઉમર સઈદ શેખને છોડાવવા માટે હાઈજેક કરી લીધી હતી.

નેપાળની રાજધાની કાઠમંડૂથી ઉડેલા આ વિમાનને આતંકીઓ અફઘાનિસ્તાનના કંધારમાં લઈ ગયા હતા. ત્યારે કંધારમાં તાલિબાનનું રાજ હતું. આ ત્રણેય આતંકીઓ ભારતીય જેલમાં બંધ હતા. આ ફ્લાઈટમાં ૧૭૬ મુસાફરો સવાર હતા. જેમને હાઈજેકર્સે ૭ દિવસ સુધી બંધક બનાવીને રાખ્યા હતા.

રિપોર્ટ મુજબ આ હાઈજેકિંગ ઓપરેશનને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મદદથી અંજામ અપાયું હતું. મુલ્લા ઉમર આ ઓપરેશનનો માસ્ટર માઈન્ડ હતો. જ્યારે વિમાન કંધાર પહોંચ્યું તો તાલિબાની આતંકીઓએ વિમાનને ચારેબાજુથી ટેંકોથી ઘેરી લીધુ હતું. જ્યારે ભારતે હાઈજેકર્સને પહોંચી વળવા માટે સૈન્ય કાર્યવાહી કરવાની વાત કરી તો તાલિબાન અને મુલ્લા ઉમરે તેની મંજૂરી આપી નહીં.

હવે આ જ મુલ્લા ઉમરનો પુત્ર મુલ્લા મોહમ્મદ યાકુબ અફઘાનિસ્તાનનો રક્ષામંત્રી હશે. મુલ્લા યાકુબ ઉપરાંત સિરાજુદ્દીન હક્કાની કે જેને અફઘાનિસ્તાનનો ગૃહમંત્રી બનાવવામાં આવ્યો છે તે પણ એક ખતરનાક આતંકી છે. સિરાજુદ્દીન હક્કાની એ હક્કાની નેટવર્કનો ચીફ છે. જેને પાકિસ્તાનનું સમર્થન છે.

સિરાજુદ્દીન હક્કાની અને મુલ્લા યાકુબ બંને ઈચ્છતા હતા કે અફઘાનિસ્તાનમાં એવી સરકાર બને જેો સૈન્ય દ્રષ્ટિકોણ હોય અને તેના નેતા સેનાની સાથે રહે. સંયુક્ત રાષ્ટ્રના એક રિપોર્ટ મુજબ મુલ્લા યાકુબ તાલિબાનના નેતા બનવાની ઈચ્છા ધરાવે છે.

આ બાજુ ભલે હક્કાની નેટવર્ક તાલિબાન સાથે હાલ જાેડાઈ ગયું હોય પરંતુ તે હજુ પણ એક સ્વતંત્ર સમૂહ બનેલું છે. જાે હક્કાની નેટવર્ક તાલિબાન સરકારમાં સત્તા મેળવશે તો પાકિસ્તાન પોતાના ફાયદા માટે તેનો ઉપયોગ કરી શકે છે અને ત્યાં ભારતના પ્રભાવને પણ ઓછો કરી શકે છે. હક્કાની નેટવર્ક અગાઉ કાબુલમાં ભારતીય દૂતાવાસોને નિશાન બનાવી ચૂક્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.