અક્ષય માતાને વાસણ-કપડા ધોવામાં મદદ કરતો હતો

મુંબઈ, બોલિવૂડના ખિલાડી કુમાર તરીકે ઓળખાતા અક્ષય કુમાર પર અત્યારે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. અક્ષય કુમારના માતા અરુણા ભાટિયાનું નિધન થઈ ગયું છે. તેમને તાજેતરમાં જ મુંબઈની એક હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યા હતા. અક્ષય કુમારે મંગળવારે માતાના સ્વાસ્થ્ય વિષે જાણકારી આપીને ફેન્સને પ્રાર્થના કરવાની અપીલ કરી હતી.
અક્ષય જણાવે છે કે, હું માતા વિના કંઈ નથી અને કંઈ બની પણ નથી શકતો. જ્યારે પણ તે મારા માથ પર હાથ ફેરવતા હતા, હું મારા તમામ દુખ ભૂલી જતો હતો. અરુણા ભાટિયા પણ અક્ષય પર ખૂબ ગર્વ કરતા હતા.
વર્ષ ૨૦૧૫માં એક ઈન્ટર્વ્યુમાં અરુણા ભાટિયાએ જણાવ્યુ હતું કે, અક્ષય બાળપણમાં તોફાની હતો પરંતુ સાથે સાથે ઘરના કામકાજમાં પણ મદદ કરતો હતો. તેમણે જણાવ્યું કે તે સમયે તેમના ઘરની સ્થિતિ એવી નહોતી કે કામવાળી રાખી શકે.
તે સમયે અક્ષય વાસણ કપડા ધોવામાં માતાની મદદ કરતો હતો. અક્ષયના માતાએ કહ્યુ હતું કે, જ્યારે તે નાનો હતો તે સમયે અમારા ઘરમાં કોઈ મેડ નહોતી. તે સમયે અક્ષય મને વાસણ-કપડા ધોવામાં અને ઘરના અન્ય કામ કરવામાં મદદ કરતો હતો.
તે સમયે અમારી સ્થિતિ એવી નહોતી કે અમે કામવાળી રાખી શકીએ. આ તોફાની ચહેરા અને સ્માઈલની પાછળ એક સોનાનું દિલ છે. તે ઘણો શેતાન હતો, પરંતુ ઘણો સારો પણ હતો. ઉલ્લેખનીય છે કે થોડા વર્ષો પહેલા અક્ષયના પિતા હરિ ઓમ ભાટિયાનું પણ અવસાન થઈ ગયુ હતું. તે ઈન્ડિયન આર્મીમાં હતા, પરંતુ પછી દિલ્હીમાં યુનિસેફની ઓફિસમાં અકાઉન્ટન્ટનું કામ કરતા હતા. પિતા પછી હવે માતાની છત્રછાયા ગુમાવવાને કારણે અક્ષય ભાંગી ગયો છે.
તેણે ટિ્વટ કરીને લખ્યું કે, તે મારા માટે મુખ્ય હતી. આજે હું અસહ્ય પીડાનો અનુભવ કરી રહ્યો છું. મારા માતા શ્રીમતી અરુણા ભાટિયા આજે સવારે શાંતિપૂર્વક દુનિયા છોડીને જતા રહ્યા અને ફરી એકવાર બીજી દુનિયામાં તે મારા પિતાને મળશે. મારા અને મારા પરિવાર પ્રતિ તમારી પ્રાર્થનાઓનું હું સન્માન કરુ છું. ઓમ શાંતિ.SSS