Western Times News

Gujarati News

BCCIએ ટી ૨૦ વિશ્વકપ માટે ધોનીને ટીમનો મેન્ટોર બનાવ્યો

મુંબઈ, યૂએઈમાં રમાનાર આઈસીસી ટી૨૦ વિશ્વકપ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મોટી જવાબદારી સોંપી છે. ધોનીને વિશ્વકપ માટે ટીમનો મેન્ટોર બનાવવામાં આવ્યો છે. ધોની હેડ કોચ રવિ શાસ્ત્રી સાથે મળીને કામ કરશે. ભારતે આજે વિશ્વકપ માટે પોતાની ટીમ જાહેર કરી છે. તેની સાથે બીસીસીઆઈએ ધોનીને મેન્ટોર બનાવવાની પણ જાહેરાત કરી છે.

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પાછલા વર્ષે નિવૃતિની જાહેરાત કરી હતી. ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમ વિશ્વકપ, ટી૨૦ વિશ્વકપ અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચુકી છે. ધોની ભારતનો સૌથી સફળ કેપ્ટન છે. હવે ટી૨૦ વિશ્વકપમાં ધોનીના અનુભવનો ફાયદો ટીમ ઈન્ડિયાને મળવાનો છે. ધોની અને કોહલીની જાેડીએ ભારતને શાનદાર સફળતા અપાવી હતી.

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આઈસીસી ટી૨૦ વિશ્વકપ માટે મેન્ટોરની જવાબદારી સોંપી છે. તે કોચ રવિ શાસ્રી સાથે કામ કરશે. આ રીતે ટીમ ઈન્ડિયામાં ફરી ધોનીની વાપસી થઈ છે.

અનુભવી ઓપનર શિખર ધવનને ટી૨૦ વિશ્વકપની ટીમમાં તક મળી નથી. ધવનને બીસીસીઆઈએ બહાર કરી દીધો છે. તો રવિચંદ્રન અશ્વિનની ચાર વર્ષ બાદ લિમિટેડ ઓવર્સ ક્રિકેટની ટીમમાં વાપસી થઈ છે. અશ્વિન છેલ્લે ૨૦૧૭માં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ રમ્યો હતો.
બીસીસીઆઈએ વિશ્વકપ માટે જાહેર કરેલી ટીમમાં પાંચ સ્પિનરોને તક આપવામાં આવી છે. જેમાં રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, રાહુલ ચાહર, અક્ષર પટેલ અને વરૂણ ચક્રવર્તી છે. તો ફાસ્ટ બોલિંગમાં જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમીને તક મળી છે.

ટી૨૦ વિશ્વકપમાં ભારતનો કાર્યક્રમ આ પ્રમાણે છે.ભારત વિરુદ્ધ પાકિસ્તાન ૨૪ ઓક્ટોબર,ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ ૩૧ ઓક્ટોબર,ભારત વિરુદ્ધ અફઘાનિસ્તાન ૩ નવેમ્બર,ભારત વિરુદ્ધ મ્૧ ૫ નવેમ્બર,ભારત વિરુદ્ધ છ૨ ૮ નવેમ્બર.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.