પત્નીના અત્યાચારથી વજન ઘટતાં પતિને છૂટાછેડા મળ્યા

હિસ્સાર, છૂટાછેડાના એક મામલામાં પતિએ એવુ કહીને છુટાછેડા માંગ્યા હતા કે, પત્નીના અત્યાચારના કારણે મારુ ૨૧ કિલો વજન ઘટી ગયુ છે અને આ દલીલ મંજૂર રાખીને કોર્ટે પતિને છુટાછેડા પણ આપ્યા છે.
હરિયાણાના હિસારમાં રહેતા વ્યક્તિએ પહેલા ફેમિલી કોર્ટમાં છુટાછેડાની અરજી કરી હતી.ફેમિલી કોર્ટે પતિની દલીલ સ્વીકારી હતી .જાેકે પત્નીએ તેની સામે હાઈકોર્ટમાં અપીલ કરી હતી.જેમાં કોર્ટને ખબર પડી હતી કે, મહિલાએ પોતાના પતિ અને તેના પરિવાર સામે ઘરેલુ હિંસાના જે પણ કેસ કર્યા હતા તે ખોટા હતા અને ઉલટાનુ તેના કારણે તેના પતિને સહન કરવુ પડ્યુ હતુ.
આ દંપતિના લગ્ન ૨૦૧૨માં થયા હતાઅને તેમને એક પુત્રી પણ છે.પતિની દલીલ હતી કે, મારી પત્ની બહુ ગુસ્સાવાળી છે અને ખોટા ખર્ચા કરે છે.મારા પરિવાર સાથે મનમેળનો ક્યારેય તેણે પ્રયત્ન કર્યો નથી.નાની વાત પર તે ઝઘડા કરતી હતી.લાંબા સમય પછી પણ તેના વર્તનમાં કોઈ ફેર પડ્યો નહોતો.
પતિએ કોર્ટને કહ્યુ હતુ કે, મારુ લગ્ન થયુ ત્યારે ૭૫ કિલો વજન હતુ પણ હવે વજન ઘટીને ૫૩ કિલો જ રહી ગયુ છે.જાેકે પત્નીએ સામે દલીલ કરી હતી કે, મેં હંમેશા મારી ફરજ પ્રેમ અને આદર સાથે નિભાવી છે.મારા પતિ મારી સાથે પ્રેમપૂર્વકનો વ્યવહાર કરતા નહોતા અને દહેજ માટે મને લગ્નના છ મહિના બાદ હેરાન કરવાનુ શરુ કરી દીધુ હતુ.
જાેકે કોર્ટને સુનાવણી દરમિયાન પત્નીની દલીલો ખોટી હોવાનુ લાગ્યુ હતુ અને તેના કારણે કોર્ટે પતિની ફેવરમાં ચુકાદો આપીને છુટાછેડા મંજૂર રાખ્યા હતા.SSS