Western Times News

Gujarati News

..તો અફઘાન પુરૂષ ટીમ સાથે ઓસ્ટ્રેલિયા મેચ નહીં રમે

સીડની, ઓસ્ટ્રેલિયા અને તાલિબાન વચ્ચે હવે ક્રિકેટના મુદ્દે ટકરાવના એંધાણ મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સ્પષ્ટપણે કહ્યુ છે કે, જાે અફઘાનિસ્તાનમાં મહિલાઓને ક્રિકેટ રમવાની આઝાદી નહીં મળી તો અફઘાનિસ્તાની પુરુષ ટીમ સાથે અગાઉથી નક્કી થયેલી એક માત્ર ટેસ્ટ નહીં રમે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનુ આ નિવેદન તાલિબાનના સાંસ્કૃતિક આયોગના નિવેદન બાદ આવ્યુ છે.આયોગના ઉપાધ્યક્ષ અહમદુલ્લાહ વાસિકે કહ્યુ છે કે, મહિલાઓ માટે ક્રિકેટ રમવુ જરુરી નથી.કારણકે ક્રિકેટમાં મોઢુ અને શરીર ઢાંકી શકાતુ નથી અને ઈસ્લામ મહિલાઓને આ રીતે દર્શાવવાની પરવાનગી નથી આપતો.મીડિયાના યુગમાં ફોટો અને વિડિયો પણ વાયરલ થતા હોય છે ત્યારે અમે એવી કોઈ રમત રમવાની મંજુરી નહીં આપીએ જેમાં શરીર દેખાતુ હોય.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ કહ્યુ છે કે, અમારુ માનવુ છે કે, રમત બધા માટે છે અને દરેક સ્તરે મહિલાઓને પણ રમવાનો અધિકાર છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે જાે અફઘાનિસ્તાનમાં મહિલાઓને ક્રિકેટ રમવાનો અધિકારી નહીં હોય તો હોબાર્ટમાં ૨૭ નવેમ્બરથી અફઘાનિસ્તાનની પુરુષ ટીમ સામે યોજાનારી એક માત્ર ટેસ્ટ નહીં રમાય.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.