Western Times News

Gujarati News

ટીમ ઈન્ડિયાની શ્રેણીમાં ૨-૧થી લિડ યથાવત રહેશે

નવી દિલ્હી, ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી માન્ચેસ્ટરમાં રમાનારી પાંચમી ટેસ્ટ કોરોનાના કારણે રદ કરવામાં આવ્યા બાદ ક્રિકેટ ચાહકોએ આંચકો અનુભવ્યો છે.

હવે એવો વિવાદ જાગી રહ્યો છે કે, આ ટેસ્ટ રદ થઈ તો સિરિઝ કોણ જિત્યુ, કારણકે ચોથી ટેસ્ટ બાદ ભારત ૨-૧થી આગળ છે અને ટેસ્ટ મેચ રદ થયા બાદ એવી ખબર આવી હતી કે, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડનુ માનવુ હતુ કે, ટેસ્ટ મેચ રમવા માટે ટીમ ઈન્ડિયાએ ઈનકાર કર્યો હોવાથી આ મેચ ઈંગ્લેન્ડ જીતેલુ ગણાશે અને સિરિઝ ૨-૨થી બરાબર રહેશે.

જાેકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સૂત્રોએ આ અહેવાલોને ફગાવી દીધા છે.ક્રિકેટ બોર્ડના સૂત્રોનુ કહેવુ છે કે, સિરિઝમાં ટીમ ઈન્ડિયાની ૨-૧થી લીડ યથાવત રહેશે અને પાંચમી ટેસ્ટ બંને દેશો વચ્ચે પાછળથી રમાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા ટીમના કોચ રવિ શાસ્ત્રી તેમજ બોલિંગ કોચ ભરત અરુણ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને મેચના એક દિવસ પહેલા ફિઝિયો યોગેશ પરમાર પણ કોરોના પોઝિટિવ જાહેર થયા ત્યારથી જ મેચ પર અનિશ્ચિતતાના વાદળો છવાયા હતા. ભારતીય ટીમના ખેલાડીઓનો કોરોના ટેસ્ટ તો નેગેટિવ આવ્યો હતો પણ ખેલાડીઓએ મેચ રમવા માટે ચિંતા વ્યક્ત કરી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.