મોહમ્મદ ઈદરિશની સેન્ટ્રલ બેંકના ચીફ તરીકે નિયુક્તી
કાબુલ, અફઘાનિસ્તાન પર ખૂની કબજાે કર્યા બાદ હવે તાલિબાન દ્વારા કાળા ધનને સફેદ કરનારા હાજી મોહમ્મદ ઈદરિસને દેશની સેન્ટ્રલ બેંક ઓફ દા અફઘાનિસ્તાન બેંક (બીએબી)ના ચીફ તરીકે નિયુક્ત કર્યો છે.
તાલિબાની આતંકીઓએ તેને નિયુક્ત કરીને દેશની બેંકોને આશ્વસ્ત કરી છે કે તેઓ સંપૂર્ણ રીતે ચાલતી નાણાકીય વ્યવસ્થા ઈચ્છે છે. આ બધાની વચ્ચે મોહમ્મદ ઈદરિસની એક તસવીર સોશિયલ મીડિયામાં સામે આવી છે. જેમાં તેની એક તરફ લેપટોપ દ્વારા મુખ્ય બેંકની કમાન સંભાળી રહ્યો છે, તો બીજી તરફ તેના ટેબલ પર એકે-૪૭ જેવી રાઈફલ રાખવામાં આવેલી છે.
જાેકે, તાલિબાને હજુ સુધી એ નથી જણાવ્યું કે રૂપિયાની આપૂર્તિની વ્યવસ્થા કેવી હશે. પાછલા દિવસોમાં તાલિબાનના પ્રવક્તા ઝબીરઉલ્લા મુઝાહિદે ઈદરિસની નિયુક્તિની જાહેરાત કરી હતી. ઝબીરઉલ્લાએ જણાવ્યું હતું કે ઈદરિસ દેશની મુખ્ય બેંકનો કાર્યકારી ચીફ હશે. તેણે કહ્યું હતું કે ઈદરીસ સરકારી સંસ્થાઓને સંગઠીત કરશે, બેંકિંગ સાથે જાેડાયેલા મુદ્દાનું સમાધાન અને લોકોની સમસ્યાઓને ઓછી કરશે. રાઈફલ લઈને ઈદરિસની તસવીર સ્પષ્ટ કરે છે કે તે કઈ રીતે સમસ્યાઓનું સમાધાન કરશે.
અફઘાનિસ્તાનના પૂર્વ ઉપરાષ્ટ્રપ્રમુખ અમરુલ્લા સાલેહે ઈદરિસને લઈને ચેતવણી આપી હતી કે તાલિબાનના કાળા નાણાને સફેદ કરનારી વ્યક્તિને દેશના મુખ્ય બેંકના ચીફ બનાવ્યો છે. સાલેહે પાછલા દિવસોમાં કહ્યું હતું, કે કાળા ધનને સફેદ કરનાર ઈદરિસ અલકાયદા સમર્થકો અને તાલિબાનના ચીફ વચ્ચે પૈસાની લેવડ-દેવડની સુવિધા પૂરુ પાડતો હતો તેમણે કહ્યું કે આતંકી જૂથ અફઘાનિસ્તાન પર કબજાે કરી રહ્યું છે.
એક મુખ્ય તાલિબાની અધિકારીએ કહ્યું કે ઈદરિસ ઉત્તરી જાવજજાન પ્રાંતનો રહેવાસી છે. તે મુલ્લા અખ્તર મંસૂરી સાથે લાંબો સમય તાલિબાનના નાણાકિય મામલાઓને જાેતો હતો. મુલ્લા અખ્તરનું એક અમેરિકાના ડ્રોન હુમલામાં વર્ષ ૨૦૧૬માં મોત થઈ ગયું હતું. ઈદરિસના બેંકિંગ જ્ઞાન વિશે સાર્વજનિક રીતે કોઈ જાણકારી ઉપલબ્ધ નથી. તે કેટલું ભણ્યો છે, એ પણ ખબર નથી. બસ તેની યોગ્યતા એ છે કે તે તાલિબાનના કાળા નાણાને સફેદ કરતો હતો.
એક તાલિબાનીએ જણાવ્યું કે ઈદરિસે ધાર્મિક પુસ્તકો પણ નથી વાંચ્યા, પરંતુ નાણાકિય મામલાનો તે એક્સપર્ટ છે.
જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ આવ્યા પછી જનતા પોતાના રૂપિયા પરત લેવા માટે ઉમટી પડી છે.
બેંકોની બહાર લાંબી-લાંબી લાઈનો લાગી છે, સરકાર તેની એક સીમા નક્કી કરી દીધી છે, જેથી લોકો નિશ્ચિત કરેલી રકમથી વધારે રૂપિયા ઉપાડી શકે નહીં. અમેરિકાએ અફઘાનિસ્તાનના અબજાે ડૉલર ફ્રીઝ કરી દીધા છે, જેને લઈને રોકડની અછત સર્જાઈ છે. બેંકો પાસે આપવા માટે રૂપિયા નથી. હવે તાલિબાન ચીન પાસે મદદ માગી રહ્યું છે કે તેને રૂપિયા આપવામાં આવે જેથી તે દેશ ચલાવી શકે.SSS