Western Times News

Gujarati News

અલ્હાબાદ હાઈકોર્ટે જ્ઞાનવાપી મસ્જિદના સર્વે પર પ્રતિબંધ મૂક્યો

પ્રયાગરાજ, અલ્હાબાદ હાઇકોર્ટે વારાણસીની કાશી વિશ્વનાથ મંદિર પરિસરમાં જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વે પર રોક લગાવી દીધી છે. હાઈકોર્ટે વારાણસીની કોર્ટમાં આ મામલા સંબંધિત અન્ય તમામ કાર્યવાહી પર પણ રોક લગાવી દીધી છે.

અરજીકર્તા વકીલ વિષ્ણુ શંકર જૈને કહ્યુ કે બે અઠવાડિયા બાદ અલ્હાબાદ હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી થશે. તે સમયે અમે આને પણ હાઈકોર્ટ સમક્ષ રાખીશુ.

જ્ઞાનવાપી મસ્જિદ પક્ષ મસ્જિદ પરિસરનુ પુરાતાત્વિક સર્વેક્ષણ કરાવવાના પક્ષમાં નથી. આ કારણ છે કે પહેલા સિવિલ જજના નિર્ણય વિરૂદ્ધ યુપી સુન્ની સેન્ટ્રલ બોર્ડ ઑફ વકફ અને આ બાદ અંજુમન ઈંતજામિયા મસાજિદે પુનરાવર્તન/દેખરેખ અરજી દાખલ કરી હતી.

વારાણસીમાં જ્ઞાનવાપી પરિસરમાં મંદિર હતુ અથવા મસ્જિદ, આને લઈને લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. આ મામલે કોર્ટમાં 1991થી કેસ ચાલી રહ્યો છે. આ કેસમાં 8 એપ્રિલ 2021માં સિવિલ જજ સીનિયર ડિવીઝન ફાસ્ટ ટ્રેક કોર્ટ તરફથી ASI સર્વેક્ષણનો આદેશ આપવામાં આવ્યો હતો. કોર્ટના આદેશ અનુસાર, કેન્દ્રીય પુરાતત્વીય સર્વેક્ષણ દ્વારા 5 સદસ્યીય વિશેષજ્ઞોની ટીમ બનાવીને જ્ઞાનવાપી પરિસરનુ ખોદકામ કરીને ધાર્મિક સ્વરૂપ અને શિવલિંગ હોવાની શોધખોળ કરવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.