હિમ્મતનગરથી બિહારના મોતીહારી સુધી પ્રથમ કિસાન રેલ ચલાવવામાં આવી

પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનના હિમ્મતનગર થી બિહારના બાપુધામ મોતીહારી સુધી પ્રથમ કિસાન રેલ ચલાવવામાં આવી હતી.
મંડળ રેલવે પ્રવક્તાએ માહિતી આપતા કહ્યું કે, રેલવે પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને મહત્તમ લાભ અપાવવાનો છે. ભારતના ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળે તે માટે હિંમતનગર અને બાપુધામ મોતીહારી વચ્ચે 8 સપ્ટેમ્બર 2021 ના રોજ ટ્રેન નંબર 00981 પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા ચલાવવામાં આવી હતી,
જેમાં કુલ 248 ટન અનાજ, બટાકા અને ઇત્યાદિનો સમાવેશ થાય છે. જેની કિંમત 10 લાખ 85 હજાર થાય છે જેના પર રેલવેએ 50% વળતર આપ્યું છે.
ખેડૂતોની ઝડપથી બગડી જાય તેવી કૃષિ પેદાશોનું આંતરરાજ્ય બજારોમાં પરિવહન કરવામાં અને ઝડપી પરિવહનની સુવિધા આપવા માટે કિસાન રેલ એક અનોખી પહેલ છે. કિસાન રેલ કૃષિ પેદાશો, ખાસ કરીને જે ઝડપથી બગડી જાય તેવા ફળો અને શાકભાજી, ઓછા દરે પરિવહન કરવામાં અને ખેડૂતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મેળવવામાં પણ મદદ કરે છે.