યુએસના પ્લેન પર તાલિબાની ફાઈટર્સ હીંચકા ખાય છે
કાબુલ, અમેરિકાની સેનાની વાપસી બાદ તાલિબાને બંદૂકના જાેરે અફઘાનિસ્તાન પર કબજાે કરી દીધો છે. હવે સરકાર પણ રચવામાં આવી છે. અમેરિકાની સેના પરત ફરતી વખતે અનેક હથિયાર અને સૈન્ય વિમાનોને ડિસેબલ કરીને છોડી ગઈ છે. જેનો ઉપયોગ હવે તાલિબાની પોતાના મનોરંજન માટે કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તાલિબાની ફાઇટર્સ અમેરિકન ફાઇટર જેટની વિંગ પર દોરડું બાંધીને હીંચકા ખાઈ રહ્યા છે. આ વીડિયોને પાકિસ્તાનના પત્રકાર જે બાધવાને શૅર કર્યો છે. ડિસેબલ હોવાના કારણે આ વિમાન ઉડી શકે તેવી સ્થિતિમાં નથી. એવામાં તાલિબાની ફાઇટર્સ તેનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે.
વીડિયોમાં જાેઈ શકાય છે કે કેવી રીતે તાલિબાની આતંકી ગ્રાઉન્ડમાં ઊભેલા ફાઇટર જેટની વિંગ પર દોરડું બાંધીને હીંચકે ઝૂલવાનો આનંદ માણી રહ્યા છે. વીડિયોમાં અનેક તાલિબાની જાેવા મળી રહ્યા છે, જેમાં એક ઝૂલો પર બેઠેલો જાેવા મળી રહ્યો છે તો તેને બીજા લોકો ઝૂલાને ધક્કા મારી રહ્યા છે. આ વીડિયોને અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શૅર કરીને નિરાશા વ્યક્ત કરવામાં આવી છે કે ૨૦ વર્ષમાં બદલાયેલા અફઘાનિસ્તાનની કમાન હવે કેવા લોકોના હાથમાં આવી ગઈ છે.
બીજી તરફ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિઝિયાન ઝાઓએ વીડિયો શૅર કરતાં અમેરિકાની મજાક ઉડાવી છે. ઝાઓએ લખ્યું, ‘સામ્રાજ્યોના કબ્રસ્તાન અને તેમના જંગી મશીનો તાલિબાને તેમના પ્લેન્સને ઝૂલા અનેક રમકડાઓમાં ફેરવી દીધા છે.
આ પહેલા પણ તાલિબાની આતંકવાદીઓના આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ ક્યારેક નાચતા જાેવા મળી રહ્યા છે તો ક્યાંક બાળકોના અમ્યૂઝમેન્ટ પાર્કમાં હીંચકે ઝૂલતા જાેવા મળી રહ્યા છે. એક અલગ વીડિયોમાં તેઓ પાર્કમાં ઘોડાઓની સવારી કરતાં પણ જાેવા મળી રહ્યા છે.
બીજી તરફ, કાબુલ પર કબજા બાદ તાલિબાની નેતા રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયેલા છે. એક વીડિયોમાં તેઓ ત્યાં ખુશી મનાવતા અને આરામ કરતા જાેવા મળ્યા હતા. કેટલાક તાલિબાની રાષ્ટ્રપતિ ભવનના જિમમાં પહોંચી ગયા અને વર્કઆઉટ કરતા જાેવા મળ્યા હતા.SSS