સચિન વાઝેએ એસ્કોર્ટ ગર્લને મોટો પગાર આપી રાખી હતી

મુંબઈ, મુકેશ અંબાણીના ઘર એન્ટેલિયાની બહાર વિસ્ફોટક ભરેલી કારનો કેસ સામે આવ્યો તે અગાઉ સચિન વાઝે સાઉથ મુંબઈમાં એક ફાઈવ સ્ટાર હોટલમાંથી બહાર આવતો જાેવા મળે છે અને તેની સાથે એક રહસ્યમય મહિલા પણ જાેવા મળે છે. આ ઘટના સીસીટીવીમાં કેદ થયેલી છે.
૩૬ વર્ષીય મહિલા એક એસ્કોર્ટ ગર્લ તરીકે કામ કરતી હતી અને ત્યારે તે ૨૦૧૧માં એક દલાલ મારફતે સચિન વાઝેને એક ફાઈવ સ્ટાર હોટલમાં મળી હતી. મહિલાએ જણાવ્યું હતું કે તેને યાદ નથી કે જ્યારે તે વાઝેને મળી હતી ત્યારે તેણે પોતાની ઓળખ પૂણેના સંજય કે સુનીલ તરીકે આપી હતી. તેણે કહ્યું હતું કે, ૨-૩ મહિના સુધી નિયમિત મળ્યા બાદ વાઝેએ પોતાની ઓળખ છતી કરી હતી.
મહિલાનું નિવેદન એનઆઈએની ચાર્જશીટનો ભાગ છે. આ મહિલા ૧૮ ફેબ્રુઆરીએ ઓબેરોઈ હોટલમાં દાખલ થતી જાેવા મળે છે અને બીજા દિવસે સવારે તેણે હોટલ છોડી દીધી હતી. તેણે કહ્યું હતું કે, ફેબ્રુઆરીમાં તે બે વખત વાઝે સાથે હોટલમાં રહી હતી. વાઝેએ તેને ૪૦ લાખ અને ૩૬ લાખ રૂપિયા ગણવા માટે આપ્યા હતા.
વાઝેએ તેને ૧૫ કે ૧૬ ફેબ્રુઆરીએ પોલીસ કમિશનર ઓફિસના ચોથા માળે બોલાવી હતી ત્યારે આપ્યા હતા. તે આ રૂપિયા લોકલ ટ્રેન દ્વારા પોતાના મિરા રોડ ખાતેના ઘરે લઈ ગઈ હતી. વાઝેએ તેને આ રૂપિયામાંથી જૂની નોટો કાઢી નાખવાની અને ૭૮૬ સિરિયલ નંબર વાળી નોટો અલગ પાડવાનું કહ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે ૧૯ ફેબ્રુઆરીએ તે જ્યારે હોટલ છોડી રહી હતી ત્યારે તેણે ૩૬ લાખ રૂપિયા ભરેલી એક બીજી બેગ આપી હતી અને તેણે ૨૦ ફેબ્રુઆરી તે જ હોટલમાં તે બેગને પરત કરી હતી.
મહિલાએ જણાવ્યું હતું કે જૂન ૨૦૨૦માં વાઝે ફરીથી કામ પર લાગ્યા હતા ત્યારે તેણે તેને એસ્કોર્ટ તરીકે કામ કરવાનું બંધ કરવા કહ્યું હતું. વાઝેએ ઓગસ્ટ ૨૦૨૦થી તેને ખર્ચ પેટે દર મહિને ૫૦,૦૦૦ રૂપિયા આપ્યા હતા. મહિલાએ કહ્યું હતું કે, અમે સાઉથ મુંબઈની હોટલોમાં મળતા હતા.
મહિલાએ દાવો કર્યો હતો કે તેનો પતિ નોકરી-ધંધો કરતો ન હતો અને તેની સાથે ગાળાગાળી કરતો હતો. તેના પતિએ જ ૨૦૦૮માં તેને એસ્કોર્ટ બનવાની ફરજ પાડી હતી. તે સમયે તેનો પુત્ર બે મહિનાનો હતો. ૨૦૧૩માં તે પતિથી અલગ થઈ ગઈ હતી. વાઝેએ મહિલાને કહ્યું હતું કે તે ધૂમ્રપાન કરતી નથી કે દારૂ કે ડ્રગ્સ લેતી નથી તેથી તે બધાથી ઘણી અલગ છે.
મહિલાએ કહ્યું હતું કે, પ્રથમ મુલાકાત બાદ તેણે મને ફોન કર્યો હતો અને ફરીથી મળવા બોલાવી હતી. અમે બે-ત્રણ દિવસ બાદ ફરીથી મળ્યા હતા અને ત્યારે તેણે તેનું ખરૂં નામ સચિન વાઝે હોવાનું અને પોતે બિઝનેસમેન હોવાનું કહ્યું હતું.
મહિલા અને વાઝેનું એક જાેઈન્ટ બેન્ક લોકર હતું અને વાઝેની ધરપકડ થયાના થોડા દિવસ બાદ તેણે ૧૮ માર્ચે તેમાંથી ૫ લાખ રૂપિયા હતા. તેણે કહ્યું હતું કે તેણે તે રૂપિયા પોતાના ભાઈને આપ્યા હતા અને કહ્યું હતું કે જાે તેનું નામ સામે આવે અને તેના પર કેસ થાય તો તે જામીન માટે સારામાં સારો વકીલ રોકે. તેણે કહ્યું હતું કે ૩૧ માર્ચે તે પોતાના પુત્ર સાથે મુંબઈ છોડીને જતી રહી હતી પરંતુ તેના ભાઈએ જ્યારે તેને કહ્યું કે એનઆઈએ તેને શોધી રહી છે ત્યારે તે બીજા દિવસે પાછી આવી ગઈ હતી.SSS