Western Times News

Gujarati News

ગાંધીનગરના ભેજાબાજાેએ વડોદરાના ૧પ૯ લોકોના રૂ.૩૩ લાખ ખંખેર્યા

વડોદરા, દૈનીક બચત અને ફિક્સ ડીપોઝીટની યોજનામાં પાંચ ટકાથી ૧ર.૩પ ટકા વ્યાજ આપવાની લાલચ આપીને વડોદરામાં દોઢસોથી વધુ લોકોનું ૩૩.પપ લાખનું ફુલેકુ ફેરવનાર ગાંધીનગરના ભેજાબાજાેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વડોદરામાં રહેતા અક્ષતાબહેન અક્ષયભાઈ ભાનગાંવકર નોકરી મેળવવા માંજલપુરના શાલિની કોમ્પ્લેક્ષમાં સી.વી.કે પરિવાર નિધી લિમીટેડ નામની ઓફિસમાં ગયા હતા તે સમયે હાજર વિજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કંપનીમાં જેટલું રોકાણ અને ફિકસ ડિપોઝીટ કરાવશો તેટલુ તમને કમિશન મળશે.

અમારી મુખ્ય ઓફિસ ઈન્ફોસિટી, ગાંધીનગર ખાતે આવેલી છે. જેમાં બીજા ડાયરેકટર છત્રસિંહ ગજેસિંહ સોલંકી છે ભેજાબાજાેની વાતો સાંભળી અક્ષતાબહેને નોકરી માટે તૈયારી બતાવતા તેમને મેનેજર તરીકે જવાબદારી સોંપી હતી.

ઉંચા વ્યાજની લાલચમાં અક્ષતાબહેને ૧ર લોકોએ રૂપિયા ર૮,પપ,૦૦૦નું વાર્ષિક ૯ ટકા વ્યાજ મેળવવા માટે ફિકસ ડિપોઝીટ કરી હતી. આ ઉપરાંત ૧૩૮ લોકો મળીને ૧પ૦ ગ્રાહકોએ ઉંચા વ્યાજની લાલચમાં ૩૩,પપ,૦૦૦ લાખ રૂપિયાનું દૈનિક બચત અને ફિક્સ ડિપોઝિટમાંથી સી.વી.કે. પરિવાર નિધી લિમિટેડ કંપનીમાં રોકાણ કર્યું હતું.

ભેજાબાજાેએ રાતોરાત ઓફિસને બંધ કરી દીધી હતી. આથી અક્ષતાબેન ગાંધીનગર ગયા હતા તે વખતે વિજયસિંહ સોલંકી, છત્રસિંહ સોલંકી અને ત્રીજા ડાયરેકટર સંજય જાેષીએ ૧પ૦ રોકાણકારો પૈકી પર લોકોના ચેક આપ્યા હતા. જે રિટર્ન થતા અક્ષતાબહેને સિટી પોલીસ સ્ટેશનમાં ભેજાબાજાે સામે ફરિયાદ નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.