સાઉથ એક્ટર સાઈ ધરમ તેજ માર્ગ અકસ્માતમાં ઘાયલ

નવીદિલ્હી, સાઉથ સિનેમાના ઉભરતા સ્ટાર સાઈ ધરમ તેજ માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. ઘટના બાદ તેને નીજીની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારબાદ એક્ટરને એપોલો જ્યુબિલી હિલ્સમાં શિફ્ટ કરવામાં આવ્યો છે જ્યાં તેની હાલત સથિર હોવાનું જણાવી રહ્યા છે. આ દુર્ઘટના સાઈબરાબાગના આઇકોનિક કેબલ બ્રિઝ પર થઈ છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જ્યુબિલી હિલ્સ વચ્ચે સાઈ તેની બાઈક પર સંતુલન ગુમાવ્યું હતું અને તેની સાથે આ દુર્ઘટના બની. આ અકસ્માતમાં સાઈ રસ્તા પર પટકાયો હતો. જ્યારે તે માર્ગ પરથી પસાર થતા લોકોએ તેને જાેયો તો લોકોએ પોલીસની મદદથી એક્ટરને નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. બાઈક પરથી પડી જવાને કારણે તેને ઇજા હોંચી હતી.
બ્રિજ પર હાજર સીસીટીવી કેમેરામાં સાઈના એક્સીડેન્ટના વીડિયો કેપ્ચર થયા છે. તેમાં એક્ટરને સ્ફિટ ખાઈ માર્ગની વચ્ચે પડતા જાેઈ શકાય છે. દુર્ઘટનાની જાણકારી મળતા સાઈના મામા એક્ટર પવન કલ્યાણ તેમજ અન્ય સેલિબ્રિટીઝ હોસ્પિટલ પહોંચ્યા.
સાઈબરાબાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. સાઈ ધરમ તેજ સાઉથ સિનેમાના સુપરસ્ટાર ચિરંજીવીનો ભત્રિજાે છે. સાઈ, અલ્લુ અર્જુન, રામ ચરણ, અલ્લુ શિરીષ અને વરૂણ તેજના કઝિન છે.HS