દિલ્હીમાં ભારે વરસાદથી પાણી-પાણી, એરપોર્ટ તળાવમાં ફેરવાયું

નવીદિલ્હી, ભારે વરસાદે દિલ્હીવાસીઓની મુશ્કેલી વધારી દીધી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ ખાબક્યો હતો. ઘણી જગ્યાઓ પર પાણી ભરાઈ ગયાછે. રસ્તાઓ પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે.
ડીએનડી ફ્લાયઓવરની પાસે થોડા કલાકના વરસાદમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. વાદળોને કારણે દિલ્હીમાં અંધકાર છવાઈ ગયો છે. જેના કારણે લોકોને રસ્તા પર ગાડીઓની લાઈટ ચાલુ રાખીને પસાર થવું પડી રહ્યું છે.
જણાવી દઈએ કે વરસાદના કારણે દિલ્હીના રામલીલા મેદાન વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા જાેવા મળે છે. રસ્તાઓ પર પાણી ભરાવાની સાથે ટ્રાફિકની ઝડપ પર બ્રેક પણ લગાવવામાં આવી છે. પાણી ભરાવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.વરસાદના કારણે દિલ્હીના ઘણા વિસ્તારોમાં રસ્તાઓ સંપૂર્ણપણે ડૂબી ગયા છે. મધુ વિહાર વિસ્તારમાં એક બસ ફસાઈ ગઈ. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ઘણી બસો પણ અધવચ્ચે બંધ થઈ ગઈ છે. જેના કારણે બસમાં મુસાફરી કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ વરસાદી પાણી ભરાયા છે. એરપોર્ટ રોડ પણ વરસાદના કારણે ખરાબ હાલતમાં છે. રસ્તાઓ પર માત્ર પાણી જ દેખાય છે.
આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. વરસાદ અને ભારે પવન વચ્ચે દિલ્હીમાં તાપમાનમાં ઘટાડો થયો છે.મિન્ટો બ્રિજની આસપાસનો વિસ્તાર ફરી એક વખત પાણી ભરાવાને કારણે ભયજનક સ્થિતિમાં છે. અહીં પાણી ઘૂંટણ સુધી છે. પૂરને કારણે ટ્રાફિક ધીમો પડી ગયો છે. ગાડીઓ ફરતી જાેવા મળે છે. પાણી એટલું છે કે રસ્તામાં કેટલાક લોકોની બાઇક અટકી ગઈ.
દિલ્હીના મોનિરકા વિસ્તાર પણ વરસાદને કારણે ખરાબ હાલતમાં છે. અહીં પણ રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. જેના કારણે ઓફિસ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. દિલ્હીમાં સવારથી તૂટક તૂટક વરસાદથી ટ્રાફિકની ગતિ પણ ધીમી પડી છે.
વરસાદ બાદ દિલ્હીના સુપ્રીમ કોર્ટ રોડ પર ઘણું પાણી જમા થઈ ગયું છે. રસ્તાઓ સંપૂર્ણપણે પાણીથી ભરેલા જાેવા મળે છે. પાણી ભરાવાને કારણે રસ્તામાં લોકોના વાહનો પણ બંધ થઈ ગયા છે. ઓટો ડ્રાઈવર સાથે પણ આવું જ થયું. ઓટો ખરાબ થયા બાદ તે ઓટો ખેંચતો જાેવા મળ્યો હતો.HS