મેઘાલયના ૬૨ વર્ષીય ધારાસભ્ય સિંટાર કેલાસ સુનનુ કોરોનાથી નિધન

શિલોંગ, મેઘાલયના અપક્ષ ધારાસભ્ય સિંટાર કૈલાસ સુનનુ કોરોના વાયરસના કારણે નિધન થઈ ગયુ છે. મૌફલાંગ સીટના ધારાસભ્ય સિંટાર કેલાસ સુન કોવિડ-૧૯થી સંક્રમિત મળ્યા હતા ત્યારબાદ તેમનુ મોત તેમના નિવાસસ્થાને જ થયુ છે. ૬૨ વર્ષીય ધારાસભ્ય કેલાસ સુને કોરોના વેક્સીનનો એક પણ ડોઝ લીધો નહોતો.
વિધાનસભાના એક અધિકારીએ જણાવ્યુ કે સિંટાર કેલાસ સુન રાજ્યના એ સાત ધારાસભ્યોમાંના એક હતા જેમણે અત્યાર સુધી કોવિડ-૧૯ની વેક્સીન લીધો નહોતી. મેઘાલયના અપક્ષ ધારાસભ્ય સિંટાર કેલાસ સુન પર્યાવરણ પર વિધાનસભા સમિતિના અધ્યક્ષ હતા.
વળી, સિંટાર કેલાસ સુન નેશનલ ફૂટબૉલર યૂજીનસન લિંગદોહના પિતા હતા. સિંટાર કેલાસ સુન ૨૦૧૬માં રાજ્ય પીએચઈના મુખ્ય એન્જિનિયર તરીકે સેવા નિવૃત્ત થયા બાદ રાજકારણમાં શામેલ થઈ ગયા હતા. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં માવફલાંગ સીટથી સિંટાર કેલાસ સુને સફળતાપૂર્વક ચૂંટણી લડી.HS