Western Times News

Gujarati News

ભારતમાં સરેરાશ કરતાં ચોમાસુ નબળુ રહ્યું,ઓગસ્ટમાં ૧૨ વર્ષનો સૌથી ઓછો વરસાદ

નવીદિલ્હી, દેશમાં મેઘરાજા ભલે આખરી ઇનિંગમાં ચમકારો બતાવતા હોય પરંતુ આ વખતનુ ચોમાસુ સરેરાશ કરતા હજુ પણ નબળુ રહ્યુ છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બાર વરસમાં આ વખતના ઓગસ્ટમાં સૌથી ઓછો વરસાદ થયો છે.

ઓગસ્ટમાં દેશમાં વરસાદની ર૪ ટકા ઘટ નોંધાઇ છે.બાર વરસ પહેલા ર૦૦૯મા ઓગસ્ટમા સૌથી ઓછો વરસાદ પડ્યો હતો. દેશમાં જુનમાં સામાન્ય કરતા દસ ટકા વધુ વરસાદ નોંધાયો હતો. તો જુલાઇમાં સાત ટકા ઘટ, તો ઓગસ્ટમાં ર૪ ટકા ઘટ નોંધાઇ હતી. ગુજરાત સહિતના મધ્ય ભારતના હિસ્સામાં વરસાદની ૩૯ ટકા ઘટ નોંધાઇ છે.

એવું લાગે છે કે આ વર્ષે ભારત ઉપર દુષ્કાળના ઓછાયા પડી રહ્યા છે. સામાન્યતઃ ઓગસ્ટ મહિનો તો ધોધમાર વરસાદનો મહીનો હોય છે પરંતુ આ વર્ષે ઓગસ્ટ તા. ૯ થી ૧૬ અને તા. ૨૩ થી ૨૭ વચ્ચેનો ગાળો લગભગ કોરો જ રહ્યો છે. આ ગાળામાં, ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને તેને સંલગ્ન, ઈન્ડીયન પેનિનસ્યુલા તથા ભારતના વેસ્ટકોસ્ટમાં પ્રમાણમાં ઘણો ઓછો વરસાદ થયો છે.વાસ્તવમાં છેલ્લા ૧૯ વર્ષમાં આ વર્ષના ઓગસ્ટ મહિનામાં સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. તેની સરેરાશમાં ૨૪%ની ઘટ રહી છે. તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.

આવી પરિસ્થિતિ ૧૯૦૧ અને ૨૦૨૧માં નોંધાઈ હતી. જ્યારે સૌથી વધુ સરેરાશ ઉષ્ણતામાન નોંધાયું હતું. તેમજ તેનું સૌથી નીચું સરેરાશ ઉષ્ણતામાન લાંબા ગાળામાં સરેરાશ ઉષ્ણતામાનની ગણતરીએ ત્રીજા ક્રમનું સૌથી ઊચું ઉષ્ણતામાન હતું.

આ વર્ષની વાત લઈએ તો, સૌથી વધુ, સૌથી ઓછું અને સરેરાશ તાપમાન આ ઓગસ્ટમાં અનુક્રમે ૩૧.૫ ડીગ્રી સેલ્સિયસ, ૨૪.૩૯ ડીગ્રી સેલ્સિયસ અને ૨૮.૦૭ ડીગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જે સામાન્યતઃ ૩૧.૦૯ ડીગ્રી, ૨૪.૦૧ ડીગ્રી અને ૨૭.૫૫ ડિગ્રી હોવું જાેઈએ તેમ ૧૯૮૧ થી ૨૦૧૦ના ગાળાની સરેરાશ ઉપરથી હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવ્યું છે.ભારતીય હવામાન વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાએલાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સપ્તાહથી સપ્તાહના હિસાબે જાેતાં સતત ત્રણ સપ્તાહ દરમિયાન, વરસાદનું પ્રમાણ ઓછું જ રહ્યું છે.

ઓગસ્ટ મહિનામાં, લો-પ્રેશર-સીસ્ટીમનો ઉદ્‌ગમ જ ઓછો થયો છે, તેથી મધ્ય-ભારત સહિત સમગ્ર ભારતમાં વરસાદમાં ‘ઘટ’ રહી છે.
હિન્દ મહાસાગરના વિષુવવૃત્તીય વિસ્તારમાં પરિસ્થિતિ સમગ્ર ઓગસ્ટ દરમિયાન ઋણાત્મક રહી છે. તેથી પણ વરસાદમાં ઘટ રહી છે. બીજી તરફ પશ્ચિમ પેસિફિકમાં થતા ચક્રવાતોનું પ્રમાણ ઓછું છે. તેથી તેની અસર છેક બંગાળના ઉપસાગર સુધી પહોંચી છે. પરિણામે ત્યાં લૉ-પ્રેશર સીસ્ટીમ જ ઓછી સંખ્યામાં થતાં વરસાદમાં ખેંચ રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.