Western Times News

Gujarati News

ઉત્તર પ્રદેશના બરેલીમાં મિત્રએ મિત્રની હત્યા કરી

બરેલી, ઉત્તર પ્રદેશના બરેલી જિલ્લામાં હચમચાવી દેતો એક બનાવ સામે આવ્યો છે. અહીં એક મિત્રએ બીજા મિત્રની ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. શીશગઢ પોલીસે મહફૂઝ હત્યાકાંડાનો ખુલાસો કરતા શમશુલ નામના આરોપીની ધરપકડ કરી છે. આ હત્યા આડા સંબંધને પગલે થઈ હતી. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કર્યો હતો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો છે.

આ હત્યાકાંડા મામલે સ્થાનિક લોકોએ પોલીસ વિરુદ્ધ દેખાવો પણ કર્યાં હતા. જાેકે, પોલીસે આખરે આ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને હત્યાના ગુનામાં મૃતકના જ મિત્રની ધરપકડ કરી છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલ કરતા મીડિયા સમક્ષ નિવેદન કર્યું કે, તેનો મિત્ર (મૃતક) તેની પત્ની સાથે શારીરિક સંબંધ બાંધવા માંગતો હતો.

આ જ કારણે છે કે શમશુલ પોતાના મિત્રની જ હત્યા કરી નાખી હતી અને ફરાર થઈ ગયો હતો. કૉલ ડિટેઇલની તપાસ બાદ પોલીસે શમશુલની ધરપકડ કરી લીધી છે. હત્યાકાંડનો ખુલાસો કરતા એસ.પી. દેહાત રાજકુમાર અગ્રવાલે જણાવ્યું કે, છ સપ્ટેમ્બરના રોજ રાત્રે હાઇવેની કિનારેથી એક ૩૦ વર્ષીય યુવકનો મૃતદેહ મળ્યો હતો. પ્રથમ દ્રષ્ટિએ આ બનાવ રોડ અકસ્માતનો લાગી રહ્યો હતો પરંતુ પરિવારના લોકોએ હત્યાનો આરોપ લગાવી રહ્યા હતા.

પરિવારની રજુઆતને પગલે પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી. શરૂઆતની તપાસમાં માલુમ પડ્યું કે મૃતક મહફૂઝ આલમના એક મહિલા સાથે આડા સંબંધ હતાં. મૃતક વીડિયો અને ફોટોના માધ્યમથી મહિલાને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો.

આ વાતને ધ્યાનમાં રાખીને પોલીસે કૉલ ડિટેલના આધારે શીશગઢ નિવાસી શમશુલની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે તેના લગ્ન ૨૦૧૭માં થયા હતા. લગ્ન પહેલા તેની પત્નીના સંબંધ મહફૂઝ આલમ સાથે હતા. લગ્ન પહેલા પ્રેમ સંબંધ દરમિયાન મહફૂઝે આરોપીની પત્નીની અશ્લીલ તસવીરો ક્લિક કરી લીધી હતી. લગ્ન બાદ પણ મહફૂઝ શમશુલની પત્નીને સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો. જાેકે, લગ્ન થઈ ગયા હોવાથી શમશુલની પત્ની ઇન્કાર કરી રહી હતી. જે બાદમાં મહફૂઝે પોતાના એક મિત્રના માધ્યમથી શમશુલ સાથે દોસ્તી કરી લીધી હતી.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.