ચોરીની બે મોટર સાયકલ સાથે એક ઈસમ ઝડપાયો
(પ્રતિનિધિ) નડિયાદ, પોલીસ અધિક્ષક તથા નડીયાદ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.શ્યાન તરફથી જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા સુચનાઓ મળેલ જે અન્વયે પોલીસ ઈન્સપેકટર બી.જી. પરમાર તથા પોલીસ ઈન્સ્પેકટર જે.આર. પટેલ ના માર્ગદર્શનથી નડીયાદ ટાઉન પો.સ્ટેશનના અહેડકો સુભાષભાઈ મોહનલાલ, તથા પો.કો. હરજીભાઈ નાગજીભાઈ તથા પો.કો. રાકેશભાઈ ચુનીલાલ તથા સુરાભાઈ અમરાભાઈ તથા રઘુવીરસિંહ ગંભીરસિહ સાથે મિલકત સંબંધી પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો. હરજીભાઈ નાગજીભાઈ તથા સુરાભાઈ અમરાભાઈને સંયુકત બાતમી હકિકત આધારે નડીયાદ મરીડા રોડ ભૈરવનાથ મંદીર પાસે રોડ ઉપરથી નજીરભાઈ ગુલાબભાઈ ઈસામભાઈ મલેક (ઉ.વ.ર૮ રહે. ગામ સીંધાલી ટેકરાવાળુ ફળીયુ તા. મહુધા જી. ખેડા-નડિયાદ)ને ચોરીની ટી.વી.એસ. સ્કુટી સાથે પકડી લીધેલ અને સદર ટી.વી.એસ. સ્કુટીની ખાત્રી તપાસ કરતા સદર સ્કુટી નડીયાદ ટાઉન પો.સ્ટેશનના ચોરીમાં ગયેલ હોય તે જ હોય સદર ઈસમને ગુનાના કામે અટક કરી પુછપરછ કરતા બીજી એક બજાજ ડીસ્કવર મોટર સાયકલ તેણે નડીયાદ ડી.ડી.આઈ.ટી. મેડીકલ હોસ્પિટલના બેઝમેન્ટ પાર્કિંગમાંથી ચોરી કરી તેને બિનવારસી હાલતમાં મુકી દીધેલાનુ જણાવેલ અને જેથી કુલ ર મોટર સાયકલો કિ.૩૪૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી નડીયાદ ટાઉન પો.સ્ટેશનના ચોરીના ગુનાઓ શોધી કાઢેલ છે તથા સદર આરોપી સને ર૦૧૬માં પણ બે મોટર સાયકલ ચોરીના ગુનામાં પકડાયેલ છે.*