Western Times News

Gujarati News

ઉર્વશી ઢોલકિયાના વર્તનને લઇને રવિના ટંડન નારાજ

મુંબઇ, ૯૦ના દશકની લોકપ્રિય અભિનેત્રી રવિના ટંડન હાલમાં ઉર્વશી ઢોલકિયાના વર્તનને લઇને નારાજ છે. ચર્ચાસ્પદ રિયાલિટી શો નચ બલિયે-નવ હાલમાં વિવાદોના ઘેરામાં છે. હાલમાં શોના પ્રોમાં જજ રવિના ટંડન અને પૂર્વ સ્પર્ધક ઉર્વશી ડોલકિયા વચ્ચે જારદાર બોલાચાલી થઇ હતી. પ્રોમો વિડિયોમાં બનંની વચ્ચે જારદાર બોલાચાલી થઇ હોવાના હેવાલ મળી રહ્યા છે. ઉર્વશીના વર્તનના કારણે અન્ય જજ અહેમદ પણ નારાજ દેખાયો હતો.

બીજી બાજુ રવિના ટંડનનુ કહેવુ છે કે તેને હાલમાં એકપછી એક સારી મોટી ફિલ્મોની ઓફર મળી રહી છે. પરંતુ તે લાઇફના આ તબક્કામાં હવે એવી ફિલ્મ કરવા માંગે છે જેને કારણે તેને તમામ ચાહકો યાદ રાખે.તેનુ કહેવુ છે કે તે વિતેલા વર્ષોમાં જે ફિલ્મો કરી ચુકી છે તે પણ સારી હતી અને આ ફિલ્મોને લોકો હજુ યાદ કરે છે. તેનુ કહેવુ છે કે હાલના દિવસોમાં તે કેટલીક ફિલ્મની પટકથા વાંચી રહી છે. તેના પર વિચારણા પણ કરી રહી છે. પરંતુ હજુ સુધી કોઇ પણ ફિલ્મ સાઇન કરી નથી. તેનુ કહેવુ છે કે સમયની સાથે દરેક ચીજા બદલાય છે. તેનુ કહેવુ છે કે વિતેલા વર્ષોમાં તે કેટલીક ફિલ્મ કરી ચુકી છે.

જેમાં તે ૧૦૦ ટકા પોતાની ભૂમિકા અદા કરી ચુકી છે. પરંતુ સમયની સાથે ચીજા બદલાય છે. ફિલ્મ સિવાય તેની પાસે હવે પરિવાર અને અન્ય ચીજા પણ પ્રાથમિકતાની યાદીમાં છે. રવિનાની છેલ્લી ફિલ્મ માતૃ ૨૦૧૭માં રજૂ કરવામાં આવી હતી. તેનુ માનવુ છે કે કોઇ પણ કલાકારને સમય અને વયની સાથે જ આગળ વધવાની જરૂર હોય છે. તેનુ કહેવુ છે કે તેને ચશ્મે બદ્દુર અને ક્યા કુલ હે હમ જેવી ફિલ્મની ઓફર કરવામાં આવી હતી પરંતુ તે એવી ફિલ્મની પસંદગી કરશે જે તેને ગમશે. ૪૩ વર્ષીય રવિના ટંડન હાલમાં કેટલાક સામાજિક કાર્ય સાથે પણ જાડાયેલી છે. રવિના ટંડન નચ બલિયાના કારણે ચર્ચામાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.