કોરોના મહામારી હજુ ૬ મહિનાથી વધુ સમય સુધી ચાલશેઃ નિષ્ણાત
જાે તમે એવી આશા રાખીને બેઠા છો કે આગામી ત્રણ કે છ મહિનાઓમાં કોરોના મહામારીનો અંત આવી જશે તો જાણી લો કે તમારા માટે એક માઠા સમાચાર છે. નિષ્ણાતોએ દાવો કર્યો છે કે કોરોના વાઈરસની મહામારી હજુ પણ ૬ મહિનાથી વધુ સમય સુધી ચાલશે.
નિષ્ણાતો અનુસાર જયાં સુધી લગભગ દરેક વ્યકિત ચેપગ્રસ્ત થઈ જશે કે પછી વેકિસનેશન કરાવી નહી લે ત્યાં સુધી આ મહામારીનો અંત આવવાનો નથી. તેના પછી જ આપણને મહામારી લગભગ ખતમ થતી જાેવા મળશે. હાલમાં પણ કોરોના વાઈરસથી પીડીત દર્દીઓના કેસની સંખ્યા સતત વધતી જઈ રહી છે કે મોટો ચિંતાનો વિષય છે.
આ મામલે ડિરેકટર ઓફ ધી સેન્ટર ફોર ઈન્ફેકિશયસ ડીસીઝ રીસર્ચ એન્ડ પોલીસી એટ ધ યુનિર્વસિટી ઓફ મીનસેટોો મીનેપોલીસ અને રાષ્ટ્રપતી જાે બાઈડેનના સલાહકાર માઈલક ઓસ્ટરહોલમે કહયું હતું કે અમે નોંધ લીધી છે કે આખી દુનિયામાં કોરોનાના કેસ વધ્યા અને પછી તેમાં ઘટાડો નોંધાયો અને હવે ફરી વધી રહયા છે.
ફરીવાર તેમાં ઘટાડો થયો અને શિયાળો આવતા તેના કેસ વધવા લાગ્યા. તેમણે કહયું કે હજુ તો આખી દુનિયામાં એવા કરોડ લોકો છે કે જેમને કોરોના વેકિસનના ડોઝ આપવાના બાકી છે અને ત્યાં સુધી વાઈરસનો અંત લાવવો મોટાપાયે મુશ્કેલ છે. હાલમાં સ્કુલો અને ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાઓ લગભગ શરૂ થઈ ચૂકી છે. અને તેના કારણે કોરોના ફરીવાર વકરી શકે છે.
આગામી અમુક વર્ષોમાં આપણને વધુ વેકિસનોની જરૂર પડશે.ખીણ તથા પર્વતીય વિસ્તારોમાં પણ કોરોના વેકિસન પહોંચાડવી એ મોટા પડકાર છે. તેમણે એક ઉદાહરણ પુરું પાડતાં કહયું કે જયાં સુધી માનવીની લાકડાની ભૂખ નહીં મટે ત્યાં સુધી જંગલોની આગ શાંત થવાની નથી એ જ રીતે કોરોના વાઈરસને અટકાવવો હાલ તો મુશ્કેલ જ દેખાય છે.