Western Times News

Gujarati News

પતિની હત્યાની દોષિત પત્ની ૭ વર્ષથી જેલમાં માનસિક હાલત કથળતાં કોર્ટેર્ રાહત આપી

પ્રતિકાત્મક

અમદાવાદ, પિતાની હત્યા કરનાર માતાથી નારાજ પુત્રો તેણીને જેલમાંથી બહાર ન લાવવાનું મન બનાવી લીધું. આ વલણ બાદ, સાત વર્ષથી જેલમાં રહેલી માતાની માનસિક હાલત કથળતા, તેને જેલમાંથી બહાર લાવવા આખરે હાઈકોર્ટે માનવીય અભિગમ દાખવીને આદેશ કર્યો છે. કે કેદી મહીલાને રાજકોટ જેલમાંથી અમદાવાદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ટ્રાન્સફર કરો.

આ પછી આ મહિલાને સારવાર અર્થે સરકારી મેન્ટલ હોસ્પીટલમાં લઈ જાઓ. જેલ સત્તાધીશ સરકારી મેન્ટલ હોસ્પિટલની સંપર્ક સાધીને તેણીને સારવાર ચાલુ કરાવે. આ કેદી વતી ગુજરાત લિગલ સર્વીસીસ ઓથોરીટી જીએલએસએ ના વકીલે હાઈકોર્ટમાં ઉપરોકત સુચનો કરેલા.

જેને સરકારી વકીલે પણ સ્વીકાર્યા હતા. રાજકોટના સાયકાટ્રિસ્ટ ડોકટર આ કેદીની સારવાર કરે છે. મહીલાના પુત્રોના ડરથી તેની બહેન-બનેવી તેને લઈ જવા તૈયાર ન હતા. કોરોના દરમ્યાન, કોર્ટે આ મહીલાને ૯૦ દિવસના જામીન આપેલા. જાે કે જામીનદારના અભાવે તે મુકત થઈ શકી ન હતી.

ર૦૧૪માં સુરેન્દ્રનગરમાં ગૃહકંકાસમાં અરજદારે તેના પતિની હત્યા કરેલી. પુત્રોની એફઆઈઆર બાદ પોલીસે આ મહિલાની ધરપકડ કરેલી. સુનાવણી બાદ, વર્ષ ર૦૧૬માં ધાંગધ્રાની એડીશનલ જીલ્લા કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારેલી. જેની સામે જીએલએસએના વકીલે હાઈકોર્ટમાં સજા સામે અપીલ અને સજા મોકુફી માટે અરજી કરેલી.

અરજદારના વકીલની રજુઆત હતી કે, કેદી છેલ્લા સાત વર્ષથી જેલમાં જ છે, તે બહાર જ આવી નથી. જેથી તેની માનસિક હાલત કથળી છે. હાઈકોર્ટે સુચન કર્યું કે, મહિલાના પરીવારજનોને કહો કે, તેના માટે જામીન અરજી કરે. જાે કે, પુત્રોએ આ અરજી કરવાની ના પાડી અને તેમના ડરથી પરીવારજનોએ આ અરજી કરી નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.