Western Times News

Gujarati News

૨૪ કલાકમાં ૨૭,૧૭૬ સંક્રમિત, ૨૮૪ દર્દીનાં મોત

નવી દિલ્હી, ભારતમાં કોરોના સંક્રમણના કેસોમાં ફરી ઉછાળો જાેવા મળ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯થી વધુ ૨૭ હજાર લોકો સંક્રમિત થયા છે. જાેકે, કેરળમાં કેસોની સંખ્યા ઘટીને ૧૫ હજારે પહોંચી ગઈ છે. તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ૩૫૦૦ નવા કેસ નોંધાયા છે.

દેશમાં કોરોના મૃત્યુઆંકમાં પણ ઘટાડો જાેવા મળી રહ્યો છે. ગુજરાતમાં સંક્રમણના કેસોમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે અને એક્ટિવ કેસની સંખ્યા પણ ઘટી રહી છે. કેન્દ્રીય આરોગ્ય વિભાગે બુધવાર સવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨૭,૧૭૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૨૮૪ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૩૩,૧૬,૭૫૫ થઈ ગઈ છે. આ ઉપરાંત, દેશમાં કુલ ૭૫,૮૯,૧૨,૨૭૭ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં ૬૧,૧૫,૬૯૦ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે. કોરોના વાયરસ મહામારી સામે લડીને ભારતમાં ૩ કરોડ ૨૫ લાખ ૨૨ હજાર ૧૭૧ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૩૮,૦૧૨ દર્દીઓ સાજા થયા છે. ભારતમાં હાલ રિકવરી રેટ ૯૭.૬૦ ટકા છે. હાલમાં ૩,૫૧,૦૮૭ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં કુલ ૪,૪૩,૪૯૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ સુધીમાં કુલ ૫૪,૬૦,૫૫,૭૯૬ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. સોમવારના ૨૪ કલાકમાં ૧૬,૧૦,૮૨૯ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧૧ કેસ નોંધાયા છે. જેની સામે ૧૯ દર્દીઓ સાજા થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યમાં કોવિડ-૧૯ના કારણે એકપણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦૦૮૨ છે. રાજ્યમાં સાજા થવાનો દર ૯૮.૭૬ ટકા છે. અત્યાર સુધીમાં ૫.૨૫ કરોડથી વઘુ કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.