અમેરિકામાં હરિકેન નિકોલસ વાવાઝોડા ત્રાટક્યું, પાંચ લાખ લોકો વીજળીથી વંચિત
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/09/america-1024x683.jpg)
વોશિંગ્ટન, હરિકેન નિકોલસ જાેખમી વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરીને મંગળવારે તે ટેક્સાસમાં ત્રાટક્યું છે. તેના લીધે ૨૦ ઇંચ જેટલો વરસાદ ત્રાટકે તેમ માનવામાં આવે છે. આ જ વિસ્તારમાં ૨૦૧૭માં હરિકેન હાર્વે વાવાઝોડું ત્રાટક્યું હતું. આ વાવાઝોડાના લીધે વિનાશક પૂર આવવાની પણ ચેતવણી આપવામાં આવી છે. નિકોલસનું આગમન માતરગોડા પેનિન્સુલાના પૂર્વી કાંઠે થયું છે. તે ટેક્સાસના હ્યુસ્ટનથી ૫૦ કિ.મી. દૂર છે. તેમા મહત્તમ પ્રતિ કલાક ૧૧૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એમ નેશનલ હરિકેન સેન્ટર મિયામીએ જણાવ્યું હતું. ૨૦૨૧ની એટલાન્ટિક હરિકેન સીઝનમાં નિકોલસ ૧૪માં વાવાઝોડું છે.
એક આ વાવાઝોડું ઉત્તરમાં ઉત્તરપૂર્વ તરફ પ્રતિ કલાક ૧૫ કિ.મી.ની ઝડપે ખસી રહ્યું છે. નિકોલસ વાવાઝોડાનું કેન્દ્ર મંગળવારે ધીમે-ધીમે દક્ષિણ-પશ્ચિમ ટેક્સાસની ઉપર આવશે અને પછી દક્ષિણપશ્ચિમ લુઇસિયાના તરફ જશે. નિકાલસ વાવાઝોડાના લીધે કેટલો વરસાદ પડશે તે હજી સુધી નિશ્ચિતપણે કહી શકાતું નથી. વાવાઝોડાના લીધે પૂરગ્રસ્ત હ્યુસ્ટનની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.
ટક્સાસના ગવર્નર ગ્રેગ એબોટે જણાવ્યું હતું કે સત્તાવાળાઓએ હ્યુસ્ટન વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારો માટે બચાવ ટુકડી મોકલી દીધી છે અને સંસાધનો ફાળવી દીધા છે. હાર્વે વાવાઝોડા વખતે ટેક્સાસમાં ૬૮ના મોત થયા હતા અને તેમાથી ૩૬ મોત તો હ્યુસ્ટનમાં જ થયા હતા. તે વખતે ૨.૫ અબજ ડોલરની સહાય મળી હતી.
તેની સાથે ભાવિ વાવાઝોડાને પહોંચી વળવા માટે ૧૮૧ પ્રોજેક્ટની ડિઝાઇન તૈયાર કરવા માટે મંજૂરી મળી હતી, જેના પર હાલમાં કામ ચાલી રહ્યું છે. ભારે વરસાદના લીધે શહેરના રસ્તાઓ અને ગલીઓ પાણીથી ભરાઈ ગઈ છે અને લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે. હ્યુસ્ટનમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચારથી સાત ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે ટેક્સાસના ગેલ્વેસ્ટોનમાં ૧૪ ઇંચ વરસાદ ખાબક્યો છે અને પાણી ભરાયા છે.HS