Western Times News

Gujarati News

ટોની-નેહાનું યોયો સાથેનું ગીત કાંટા લગા રીલિઝ થયું

મુંબઈ, સિંગર નેહા કક્કર, ટોની કક્કર અને સોનુ કક્કરની જાેડી ખૂબ લોકપ્રિય છે. આ ભાઈ-બહેનોના સોંગ્સ ઘણાં લોકો પસંદ કરતા હોય છે. સોશિયલ મીડિયા પર તેમની મોટી ફેન ફોલોવિંગ પણ છે. પરંતુ એક એવો પણ વર્ગ છે જેમને આ ટોની કક્કર અને નેહા કક્કરના ગીતો પસંદ નથી આવતા. ઘણાં લોકો એવા પણ છે જે જ્યારે પણ તેમનું કોઈ ગીત રીલિઝ થાય તો તેમની ટીકા કરવા માટે આગળ આવી જાય છે.

તેમના કમેન્ટ સેક્શનમાં પણ ટીકા કરતા હોય છે. તાજેતરમાં જ ટોની કક્કર અને નેહા કક્કરનું યોયો હની સિંહ સાથેનું ગીત કાંટા લગા રીલિઝ થયું છે અને ફરી એકવાર તે ટ્રોલર્સનો શિકાર બન્યા છે. લોકોએ તેમના ગીતની ઘણી નિંદા કરી છે. પરંતુ એક ટ્રોલરને ટોની કક્કરે જબરદસ્ત જવાબ આપીને તેની બોલતી બંધ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે કે લોકો આ ગીતની એટલા માટે ટીકા કરી રહ્યા છે કે તેમને લાગી રહ્યું છે કે નવું ગીત બનાવીને તેમણે જૂનું ગીત બગાડ્યું છે. એક ટિ્‌વટર યુઝરે લખ્યું કે, સર તમારા ગીત સાંભળવા કરતા હું ઝેર ખાઈને મરી જવાનું પસંદ કરીશ. આ ટિ્‌વટ વાંચીને ટોની કક્કરે જવાબ આપ્યો કે, તમે મરો નહીં, ગીત જ ના સાંભળો. તમારું જીવન કિંમતી છે.

૧૦૦ ટોની કક્કર આવશે અને જશે. હું આશા રાખુ છું કે તમને મારી ઉમર લાગી જાય. ઉલ્લેખનીય છે કે ટ્રોલરે ટોની કક્કરની એક ટિ્‌વટની પ્રતિક્રિયા આપતાં આ વાત લખી હતી. ટિ્‌વટમાં ટોની કક્કરે લખ્યુ હતું કે, હું પ્રેમ ગીતો પણ બનાવુ છું, પણ તમે લોકો માત્ર ડાન્સ ગીતોની જ વાત કરો છો. તેમને પણ હિટ કરો. ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી કે ટોની કક્કરે નિંદાનો સામનો કરવો પડ્યો હોય. તે જ્યારે પણ કોઈ ગીત રીલિઝ કરે છે ત્યારે તેણે લોકોની ટીકાનો સામનો કરવો પડે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.