દીકરાઓ સાથે ફરવા માટે ઉપડ્યા સૈફ અલી-કરીના
મુંબઈ, બોલિવુડનું સ્ટાર કપલ કરીના કપૂર અને સૈફ અલી ખાન ગત મહિને જ બંને દીકરાઓ સાથે વેકેશન માટે માલદીવ્સ ગયું હતું. બુધવારે સવારે ફરીથી પટૌડી પરિવાર મુંબઈ એરપોર્ટ પર જાેવા મળ્યો હતો. સૈફ-કરીના, જહાંગીર (જેહ) અને તૈમૂર ફરી ફરવા ઉપડ્યા છે. જાેકે, કપલ અને તેમના દીકરાઓ ક્યાં ફરવા જઈ રહ્યા છે તેની ચોક્કસ માહિતી સામે આવી નથી. એરપોર્ટ પર સૈફ અલી ખાન અને તૈમૂર બ્લેક રંગના કપડાંમાં ટિ્વનિંગ કરતાં જાેવા મળ્યા હતા. જ્યારે કરીના અને જેહ બ્લૂ રંગના અલગ-અલગ શેડના કપડાંમાં જાેવા મળ્યા હતા.
જેહ અલી ખાન નેવી બ્લૂ રંગના વન્ઝીમાં એકદમ ક્યૂટ લાગતો હતો. એરપોર્ટ પર સિક્યુરિટી ચેક કરાવ્યા બાદ પરિવારે સાથે ઊભા રહીને પોઝ પણ આપ્યો હતો. જેહના જન્મ પછી પટૌડી પરિવારનો આ પહેલો ફેમિલી ફોટોગ્રાફ છે, જે મીડિયાના ફોટોગ્રાફર્સના કેમેરામાં કેદ થયો છે.
જાેકે, જેહનો એરપોર્ટ લૂક તૈમૂરના બાળપણના દિવસોની યાદ અપાવી જાય છે. જેહની જેમ તૈમૂર પણ નાનો હતો ત્યારે આ જ રીતે વન્ઝીમાં જાેવા મળતો હતો. બાળપણથી જ પાપારાઝીની નજરોમાં રહેતા તૈમૂરે એરપોર્ટ પર પણ તેમને જાેઈને હાથ હલાવ્યા હતા અને દોડતો પપ્પા પાસે જતો રહ્યો હતો. જણાવી દઈએ કે, સૈફ અલી ખાન અને કરીના કપૂરના દીકરા જહાંગીરનો જન્મ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં થયો છે.
જહાંગીરના જન્મ પહેલા જ સૈફ અને કરીના નવા ઘરમાં શિફ્ટ થયા હતા. આ નવું ઘર જૂના ઘરની નજીક છે પરંતુ તેનાથી ખૂબ મોટું અને વધુ સુવિધાઓથી સજ્જ છે. હાલમાં જ કરીનાએ પોતાના ઘરે ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી. ઘરે ગણેશોત્સવની ઉજવણીની ઝલક કરીનાએ ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને બતાવી હતી. તસવીરો શેર કરતાં તેણે લખ્યું હતું, “મારા જીવનના પ્રેમ સાથે ગણેશ ચતુર્થી ઉજવી રહી છું. ટિમ ટિમે ક્લેમાંથી ક્યૂટ ગણપતિ બનાવ્યા છે. ગણેશ ચતુર્થીની શુભકામના.
વર્કફ્રંટની વાત કરીએ તો, કરીના કપૂર ખાન ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢામાં આમિર ખાન સાથે જાેવા મળશે. કરીના બીજીવાર પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેણે ફિલ્મનું શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ થોડા દિવસ પહેલા જ એક્ટ્રેસે બાકીનું શૂટિંગ કર્યું હતું. ફિલ્મના સેટ પરથી આમિર સાથેની તેની તસવીરો વાયરલ થઈ હતી. જણાવી દઈએ કે, લાલ સિંહ ચઢ્ઢાહોલિવુડ ફિલ્મ ફોરેસ્ટ ગમ્પની હિન્દી રિમેક છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બર મહિનામાં રિલીઝ થવાની છે. સૈફ અલી ખાનની વાત કરીએ તો, તે પ્રભાસ સાથે ફિલ્મ આદિપુરુષમાં જાેવા મળશે.SSS