મળનારને ખુશી થતી હોય, અને જેને ના મળે તેને અને તેના સમર્થકોને દુખ થાય: નીતીન પટેલ
ગાંધીનગર, ગુજરાતનાં નવા મંત્રીમંડળનાં આજે શપથગ્રહણ કરવામાં આવ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ નો રિપીટ થીયરીને લાગુ કરી છે જે બાદ મંત્રીમંડળનાં તમામ મંત્રીઓ નવા છે. પૂર્વ સીએમ રૂપાણીની ટીમનાં કોઈ પણ મંત્રીને ફરીથી સ્થાન આપવામાં આવ્યું નથી ત્યારે પાર્ટીનાં દિગ્ગજ નેતા અને પાટીદાર નેતા નીતિન પટેલે ખૂબ મોટું નિવેદન આપ્યું છે.
નીતિન પટેલે કહ્યું કે નવા મંત્રીઓને શુભેચ્છા પાઠવું છું, ગુજરાતનો વધુ વિકાસ થાય અને પ્રગતિ થાય એ પ્રકારનાં કામ કરવાની ભગવાન એમને શક્તિ આપે તેવી હું પ્રાર્થના કરું છું.જ્યારે નીતિન પટેલને પૂછ્યું કે રાજ્યમાં કેટલાક નેતાઓ નારાજ હોવાનું સામે આવી રહ્યું છે જેમા આહીર અને કોળી સમાજે નારાજગી વ્યક્ત કરી છે અને શું તેમના સમર્થકો પણ નારાજ છે કે કેમ? ત્યારે નીતિન પટેલે જવાબ આપતા કહ્યું કે જાે ભ’ઇ કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ કે કોઈ જિલ્લો નારાજ થાય તે જાેવાની જવાબદારી મારી નથી.
નીતિન પટેલે કહ્યું કે હવે આ બધુ જાેવાની જવાબદારી મારી કોઈ નથી, એ જાેવાની જવાબદારી અત્યારનાં નેતૃત્વની છે. મારે એ વિશે કોઈ ચર્ચા કરવાનું કારણ નથી, સ્વાભાવિક છે કે કોઈ આવે ને કોઈ જાય. એટલે મળનારને ખુશી થતી હોય, અને જેને ના મળે તેને અને તેના સમર્થકોને દુખ થાય.
આ તો દુનિયાનો ક્રમ છે, આ તો બધુ ભગવાન નિર્મિત છે અને ચાલ્યા કરશે. નીતિન પટેલને જ્યારએ પૂછાયું કે ૨૦૨૨માં ટીમ ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વમાં ચૂંટણી થશે? ત્યારે નીતિનભાઈએ કહ્યું કે અત્યારે તો પાર્ટીએ તેમને જ નેતૃત્વ અને જવાબદારી સોંપી છે એટલે એમને જ આ બધુ કામ આગળ વધારવાનું છે.
ગુજરાત રાજ્યમાં છેલ્લા પાંચ દિવસથી મોટી ઉથલપાથલ થયેલી છે, રાજ્યના નવા મુખ્યમંત્રીની વરણી બાદ હવે આજે નવા મંત્રીઓના પણ શપથ પૂરા થઈ ગયા છે. રાજ્યનાં નવા કેપ્ટન ભૂપેન્દ્ર પટેલની ટીમમાં આજે નવા ખેલાડીઓ સામેલ થઈ ગયા છે. આજે સવારથી જ કેટલાય ધારાસભ્યોને ફોન આવવાના શરૂ થઈ ગયા જેમા તેમને જણાવવામાં આવ્યું કે તમે મંત્રી બની રહ્યા છો. સવારથી જ કેટલાક નામો સામે આવી રહ્યા હતા અને ભાજપ ધારાસભ્યોને જીવ પણ અદ્ધરતાલ હતા ત્યારે આખરે સસ્પેન્સ પરથી પડદો ઉઠ્યો છે.HS