Western Times News

Gujarati News

નીતિન પટેલ સહિત નારાજ મંત્રીઓને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા: હાર્દિક પટેલ

જામનગર, ગુજરાતના ઈતિહાસમાં આજે પ્રથમ વખત એક સાથે પાંચ પાંચ મંત્રીઓના શપથગ્રહણ થયો હતો રાજયમાં પટેલ સરકારના નવા મંત્રીમંડળનો આજે શપથગ્રહણ સમારંભ યોજાયો હતો જેમાં નો રિપીટ થિયરી અંતર્ગત સીનિયર નેતાઓને પડતા મુકાયા છે અને નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યુ છે. અગાઉની રૂપાણી સરકારમાં રહેલા તમામ સીનિયર મંત્રીઓના પત્તા કપાઈ ગયા છે.

આ કાર્યવાહીમાં ભાજપના મોટા માથા અને ખાસ કરીને નીતિન પટેલ સહિત રાજ્યના મુખ્યમંત્રી રહેલા એવા વિજય રૂપાણી ખુદ નારાજ હોવાની વાતો વહેતી થઈ હતી. નારાજ નેતાઓને મનાવવા માટે રીતસરના મનાવવા પડ્યા હતા. જેના માટે થઈને ગતરોજ જે શપથગ્રહણ સમારંભ યોજાવાનો હતો, તે મુલતવી રાખવો પડ્યો હતો.નારાજ નેતાઓ આજે ક્યાં ફીટ થઈ ગયા છે, તે કોઈ નથી જાણતા, ઘીના ઠામમાં ઘી ઠલવાઈ ગયું હોય તેમ ભારતીય જનતા પાર્ટીએ ઉતાવળા પગલે એક સાથે પાંચ પાંચ મંત્રીઓના શપથ લેવડાવ્યા હતાંે.

એક બાજૂ નારાજ મંત્રીઓ ક્યાંક બળવો ન કરે, તે માટે થઈને ફટાફટ આ કાર્યક્રમ પતાવી આજે સાંજે કેબિનેટની બેઠક પણ બોલાવી હતી
જાે કે, એક એવી અફવા પણ ફેલાઈ હતી કે, નારાજ નીતિન પટેલ છે અને તેમના સંપર્કમાં ૧૨થી ૧૪ ધારાસભ્યો હોવાની વાત ફેલાઈ હતી, તેઓ બળવો કરી શકે છે તેમ પણ હવા ફેલાઈ હતી. જાે કે આ વાતમાં કેટલો દમ છે એ તો આવનારો સમય બતાવશે, પણ હાલ તો નીતિન પટેલ ખુદ શપથગ્રહણ સમારંભમાં હાજર રહ્યાં હતાં આ બાબતનો ફાયદો ઉઠાવીને હાર્દિક પટેલે મોટુ નિવેદન આપ્યું છે.

ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે જામનગરમાંથી નિવેદન આપ્યુ છે કે, નીતિન પટેલ સહિત નારાજ મંત્રીઓને વિપક્ષમાં આવવું હોય તો અમારા દરવાજા ખુલ્લા છે.

અગાઉ પણ હાર્દિક પટેલે સરકારમાં જે સખળડખળ ચાલી રહી હતી તેને લઈને નિવેદન આપતા જણાવ્યુ હતું કે, આરએસએસ અને ભાજપના સર્વેમાં કોંગ્રેસ જીતી રહ્યું છે. આ કારણે જ ગુજરાતના મુખ્યમંત્રી પાસેથી રાજીનામુ લેવામાં આવ્યું છે. હાર્દિક પટેલે જણાવ્યું કે, ૧૫ મહિના બાદ યોજાનારી ચૂંટણીમાં કોંગ્રેસને ૪૩ ટકા મત મળી રહ્યા છે અને ૯૬-૧૦૦ બેઠકો મળી રહી છે. જ્યારે ભાજપને ૩૮ ટકા મત અને ૮૦-૮૪ બેઠક મળી રહી છે. આપને ૩ ટકા અને મીમને ૧ ટકા મત મળી રહ્યા છે.

હાર્દિક પટેલે અન્ય એક ટ્‌વીટ પણ કરી હતી. તેમાં લખ્યું હતું કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીનું રાજીનામુ જનતાને ગુમરાહ કરવા માટે લેવામાં આવ્યું છે. ભાજપ ગુજરાતમાં સરકાર ચલાવવામાં અસફળ રહ્યું છે. ઓક્સિજનની તંગી, લોકોના મોત, સ્મશાનોની તસવીરોથી જનતા નારાજ છે. અસલી પરિવર્તન આગામી વર્ષે ચૂંટણીઓ બાદ આવશે જ્યારે જનતા ભાજપને સત્તા પરથી ઉખાડી ફેંકશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.