Western Times News

Gujarati News

માનીતા ધારાસભ્યને મંત્રી થતા નિહાળવા શેરીમાં ટીવી લગાવાયું

રાજકોટ, ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની શપથવિધિ કાર્યક્રમ શરૂ થતા ધારાસભ્યોના ઘર અને કાર્યાલય ખાતે જશ્નનો માહોલ જાેવા મળ્યો હતો. રાજકોટ વિધાનસભા ૬૮ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો મંત્રી મંડળમાં સમાવેશ થતા તેમના સમર્થકોમાં ઉત્સાહનો માહોલ જાેવા મળ્યો હતો અને કાર્યાલયની બહાર શેરીમાં ટીવી ગોઠવી શપથવિધિ જાેવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

બીજી તરફ શહેર ભાજપ કાર્યાલય ખાતે નિરાશાનું વાતાવરણ જાેવા મળતા જૂથવાદ હોવાની વાતો ચર્ચાય રહી છે

રાજકોટ વિધાનસભા ૬૮ના ધારાસભ્ય અરવિંદ રૈયાણીને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવતા આજે તેમના કાર્યાલય ખાતે જીતનો જશ્ન મનાવ્યો હતો. આ સાથે અરવિંદ રૈયાણીને આજ રોજ સવારના સમયે ભાજપના હાઇકમાન્ડ માંથી ફોન આવતા તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે. કાર્યકર્તા અને સમર્થકોએ ફટાકડા ફોડી શેરીમાં ટીવી રાખી શપથવિધિ સમારોહ લાઈવ નિહાળવા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પરિવારજનો અને મિત્રો દ્વારા ઘરમાં મીઠાઇ વેચીને આનંદ ની લાગણી વ્યક્ત કરી. પરિવારજનો અને સમર્થ કે ઘરમાં જ ગરબો શરૂ કરી દીધો હતો. ચારે તરફ ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.

કાર્યકર્તાઓ પણ સ્ન્છ રૈયાણીને મંત્રીમંડળમાં સ્થાન મળતાની સાથે સોશિયલ મીડિયા ઉપર અભિનંદનની વર્ષા કરવામાં આવી રહી છે. સ્ન્છ રૈયાણીના વિસ્તારમાં ઉજવણીનો માહોલ શરૂ થઈ ગયો હતો. મંત્રીમંડળમાં સમાવેશ થતાની સાથે જ હર્ષ ઉલ્લાસનો માહોલ જાેવા મળી રહ્યો છે. શપથગ્રહણ સમારંભ સમયે ભવ્ય આતશબાજી અને ફટાકડા ફોડવામાં આવ્યા હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.