Western Times News

Gujarati News

બિગબોસઃ હોસ્ટ કરણ જાેહર નહીં કરે વિજેતાના નામની જાહેરાત

મુંબઈ, ૧૮ સપ્ટેમ્બરના રોજ બિગ બોસ ઓટીટીનો ફિનાલે એપિસોડ પ્રસારિત થશે. આ ફિનાલે એપિસોડ માટે મેકર્સે જબરદસ્ત તૈયારીઓ કરી રાખી છે. ફિનાલે વીકમાં અનેક ચોંકાવનારા ટિ્‌વસ્ટ આવ્યા અને એક શૉકિંગ મિડ-વીક એલિમિનેશન પણ જાેવા મળ્યું. સિંગર નેહા ભસીને રાતોરાત બેઘર થઈ ગઈ અને હવે ફિનાલેમાં ટોપ ૫ કન્ટેસ્ટન્ટ્‌સ બાકી રહ્યા છે.

આ દરમિયાન વિનરની જાહેરાત માટે એક નવી વાત સામે આવી છે. આ વાત રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા સાથે જાેડાયેલી છે. બિગ બોસ ઓટીટીના ફિનાલે એપિસોડમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા ઘરમાં એન્ટ્રી કરશે અને એક ચોંકાવનારું સરપ્રાઈઝ આપશે. આ બન્ને બિગ બોસ ઓટીટીના વિજેતાની જાહેરાત કરશે. સામાન્યપણે શોના હોસ્ટ વિજેતાનું નામ જાહેર કરતા હોય છે.

બિગ બોસની અત્યાર સુધીની તમામ સીઝનમાં સલમાન ખાન વિનરની જાહેરાત કરતા હતા, આ પ્રમાણે બિગ બોસ ઓટીટીના હોસ્ટ તરીકે કરણ જાેહરે વિનરની જાહેરાત કરવાની હતી. આ વખતે કન્સેપ્ટમાં ટિ્‌વસ્ટ છે. આ વખતે ફિનાલે એપિસોડમાં રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસૂઝા વિજેતાનું નામ જાહેર કરશે. પ્રાપ્ત જાણકારી અનુસાર, બિગ બોસ ઓટીટીના વિનરની સાથે સાથે ટોપ-૩ કન્ટેસ્ટન્ટને બિગ બોસ ૧૫માં એન્ટ્રી કરવાની તક મળશે. બિગ બોસ ૧૫ની શરુઆત ૩ ઓક્ટોબરથી થશે અને તેને સલમાન ખાન હોસ્ટ કરશે.

ઉલ્લેખનીય છે કે બિગ બોસ ઓટીટીમાં અત્યારે પાંચ કન્ટેસ્ટન્ટ્‌સ બાકી રહ્યા છે. પ્રતીક સહજપાલ, શમિતા શેટ્ટી, રાકેશ બાપટ, દિવ્યા અગ્રવાલ અને નિશાંત ભટ્ટ.

બિગ બોસ દ્વારા એકાએક જાહેર કરવામાં આવેલા મિડ-વીક એવિક્શનમાં નેહા ભસીન ઘરમાંથી બહાર થઈ છે. નેહાને આ સીઝનની મજબૂત કન્ટેસ્ટ્‌ન્ટ માનવામાં આવતી હતી. નેહા ફિનાલે સુધી પહોંચે તેવી શક્યતા હતી, પરંતુ એકાએક નેહા બહાર થઈ જતા ઘરના સભ્યો અને ફેન્સ પણ ચોંકી ગયા છે. કહેવામાં આવે છે કે ઓછા વોટને કારણે નેહાએ બેઘર થવું પડ્યું છે. નેહા ઘરમાંથી બહાર ગઈ પછી તેના ખાસ મિત્ર પ્રતિક અને શમિતા ખૂબ રડ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.