Western Times News

Gujarati News

ચીને વર્લ્ડ બેંક પર દબાણ કરી વધારી હતી ડૂઈંગ બિઝનેસમાં પોતાની રેકિંગ

બીજીંગ, દુનિયાભરમાં કારોબારી સુગમતા માટે માપદંડ મનાતી વર્લ્‌ડ બેંકની ડૂઈંગ બિઝનેસ રિપોર્ટની વિશ્વસનીયતા પર સવાલ ઉભા થયા છે. એક સ્વતંત્ર તપાસમાં વર્લ્‌ડ બેંક તરફથી તૈયાર કરવામાં આવેલ ૨૦૧૮ના રિપોર્ટમાં ચીનના દબાણના કારણે હેરાફેરીની વાત સામે આવી છે.

રિપોર્ટ મુજબ હાલમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષમાં મેનેજિંગ ડાયરેક્ટરનું પદ સંભાળી રહેલી ક્રિસ્ટાલિનાએ સ્ટાફ પર દબાણ કર્યુ હતુ કે તે ચીનના રેંકિંગને સારુ દર્શાવે. ગુરુવારે જારી કરાયેલા તપાસ રિપોર્ટમાં આ ખુલાસો થયો છે કે આઈએમએફના તત્કાલીન અધ્યક્ષ જિમ યોંગ કિમ પર પણ ચીનનું દબાણ કર્યાની વાત કહેવામાં આવી છે.

ત્યારે જાેર્જિવાએ તપાસ રિપોર્ટને ફગાવી દેતા કહ્યું કે તે આનાથી સહમત નથી અને આઇએમએફના કાર્યકારી બોર્ડની સામે પોતાનો પક્ષ મુક્યો છે. આ પહેલા ગુરુવારે વર્લ્‌ડ બેન્કના ડૂઈંગ બિઝનેસ રિપોર્ટને સ્થગિત કરવાનું એલાન કર્યુ હતુ. બેંકનું કહેવું હતુ કે રિપોર્ટમાં ડેટા સાથે છેડછાડની વાત સામે આવી છે. તેવામાં આને હાલમાં કેન્સલ કરવામાં આવે છે.

વિશ્વ બેંકે કહ્યું કે પૂર્વ બોર્ડના અધિકારીઓ અને બેંકના કેટલાક હાજર પૂર્વ સ્ટાફના વ્યવહાર પર ગંભીર સવાલ ઉભા થયા છે. અમેરિકાના ટ્રેજરી ડિપાર્ટમેન્ટ આ ખુલાસાને લઈને કહ્યું છે કે તેઓ આનું અધ્યયન કરશે. જાે એવું છે તો આ ગંભીર મામલો છે.

વિલ્મરહેલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આઈએમએફના પૂર્વ અધ્યક્ષ જિમ યોંગ કિમના સીનિયર સ્ટાફ તરફથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ દબાણ હતુ કે રિપોર્ટની મૈથડોલોજીને બદલી દેવામાં આવે. જેથી ચીનનો સ્કોર સારો દર્શાવી શકાય. એટલું જ નહીં રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એવું લાગે છે કે આ જિમ યોંગ કિમના કહેવા પર કરવામાં આવ્યું હતુ.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જાેર્જિવા અને એક મુખ્ય સલાહકાર સિમિયોન જાંકોવ તરફથી તેમના સ્ટાફ પર દબાણ કરવામાં આવ્યું હતુ. તે આ રિપોર્ટમાં કેટલાક ફેરફાર કરે જેથી ચીનના રેંકિંગ બદલી શકાય. તે સમયે બેંકે કેપિટલ માટે ચીન પાસે મદદ માંગી હતી.

મનાઈ રહ્યું હતુ કે તેના જ ચક્કરમાં રિપોર્ટમાં આ ફાયદો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ડૂઈંગ બિઝનેસ ૨૦૧૮ના રિપોર્ટમાં ચીને ૭ માપદંડોનો જંપ લગાવતા ૭૮ મું સ્થાન મેળવ્યું હતુ. તેના રેંકિંગમાં આ સુધારો મેથડોલોજીમાં ફેરફાર કર્યા બાદ આવ્યો હતો. જે શરુઆતના ડ્રાફ્ટ રિપોર્ટ કરતા એકદમ અલગ હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.