Western Times News

Gujarati News

અંબાજી: યોગેશ્વર નગરમાં હજારો લિટરની પાણીની ટાંકી અંદાજિત 12 વર્ષથી બંધ હાલતમાં     

તસવીરઃ ઉમેશ ઠાકોર, અંબાજી


અંબાજી,
અંબાજીમાં આવેલ યોગેશ્વર નગર ની   હજારો  લિટરની પાણીની ટાંકીઅંદાજિત  12 વર્ષથી બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન બની છે. આ ટાંકુ બના વામાં આવ્યું છે ત્યારથી આજ દિન સુધી  ટાંકાની અંદર અંદાજિત 12 વર્ષ થી પાણીનું એક ટીપું  પણ અંદર નાખવમાં નથી આવ્યું લાખો રૂપિયાનો  ખર્ચ બરબાદ થયાનું બહાર આવ્યું છે.
સરકાર પીવાના પાણીની સુવિધાઓ માટે લાખ્ખો રૂપિયા ખર્ચ કરે છે પરંતુ કોન્ટ્રાકટરો, અધિકારીઓની મિલિભગતથી સરકારના રૂપિયા પાણીમા જાય છે.
યોગેશ્વર નગર માં  હજારો  લિટરની પાણીની ટાંકી અંદાજિત  12  વર્ષથી બંધ હાલતમાં  ખોટા રૂપિયા વપરાયા  છે પરંતુ કોઈ ફાયદો નથી કેમ કે જિલ્લાના અધિકારી ધ્યાન આપતા નથી. કારણ કે સરકારની ગણી યોજના  છે જેવી કે  નલ સે જલની મોટી જાહેરાત ફક્ત દેખાવ પૂરતી છે પાણી મળ્યું નથી. અધિકારી ગામ તપાસ કરવા આવતા નથી, બધું બારોબર દેખાડવા પુરતું થાય છે સરકારના પૈસા પાણીમાં જાય છે.
યોગેશ્વર નગરની હજારો લિટરની પાણીની ટાંકીઅંદાજિત 12 વર્ષથી બંધ પરંતુ એજ  ટાંકાના નીચેથી  ધરોની પાઇપ લાઈન આઠ (8) નંબરના વિસ્તારમો આવેલ વર્ષો જુના પાણીના ટાંકા સુધી પહોંચાડવામાં આવેલ છે અને પૂરું પાડવામાં આવે છે તો પછી યોગેશ્વર નગર ના પાણીના ટાંકામાં કનેક્શન કેમ ન આપવામાં આવ્યું તે ચર્ચાનો માહોલ બન્યો છે. કે અંગત અદાવતના કારણે પાણીના ટાંકા નીચેથી ધરોઈની પાઈપ લાઈનમાં પાણી જતુ હોય અને આ યોગેશ્વર નગર ના ટાંકા માં પાણી ન આપવાના કારણે 1000થી 1500  ઘરો પાણીથી વંચિત રહી ગયા આ વર્ષે ઓછો વરસાદ હોવાથી દુકાળ જેવી પરિસ્થિતી જણાય રહી છે.
બીજી બાજુ પાણીના ટેન્કરો ના ભાવ પણ વધારે છે બીજી બાજુ બે વર્ષથી કોરોના કાળ ચાલી રહ્યો છે તો ગરીબ માણસ ને ઘરનું ગુજરાન ચલાવું તે પણ હાલ બહુ મુશ્કેલી પડી રહી છે તો પછી પાણીના ટેન્કરો ના પૈસા ક્યાંથી લાઈને પુરા પાડવા એ પણ એક મોટી સમસ્યા છે અને બીજી બાજુ  જી.એસ.ટી. એક બાજુ નોટ બંધી જેવી સમસ્યાઓથી માણસો હજુ સુધી જજુમી રહે છે આ બાબતને ધ્યાનમાં રાખી જલ્દીથી જલ્દી આ ટાંકીમાં ધરોઇની પાઇપલાઇનમાંથી કનેક્શન આપવામાં આવે તો આજુબાજુ રહેતા માણસોને પીવાનું પાણી પુરું પાડી શકાય તેમ છે .
આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટર શ્રી  આનંદ પટેલ ધ્યાન આપી પાણીની સમસ્યાને ધ્યાનમાં રાખી જલ્દીથી  આ ટાંકી ના નીચેથી જતીન ધરોઈ ની પાઈપ લાઈન માંથી  પાણી આપવામાં આવે અને બેદરકારી રાખનારાઓને તત્કાલ કામગીરીથી હટાવે તેવી યોગેશ્વર નગર ના વાસીઓ અને આજુબાજુના ગ્રામજનોની માંગ છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.