Western Times News

Gujarati News

અમદાવાદીઓના નમો ને નમન: જન્મ દિન નિમિત્તે દર સેકન્ડે વેકસીનના ત્રણ ડોઝ લગાવ્યા

પ્રતિકાત્મક

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૧મા જન્મ દિવસે દેશમાં કોરોના રસીકરણનો નવો વિક્રમ બન્યો છે દેશમાં ૧૭ સપ્ટેમ્બર સાંજે સાત વાગ્યા સુધી ર કરોડ રર લાખ નાગરીકોને કવેસીન આપવામાં આવી છે. ગુજરાત રાજયમાં સાંજે સાત સુધી ૧૮.૯૬ લાખ નાગરીકોએ કોરોના રસી મુકાવી હતી જયારે અમદાવાદ શહેરના ૧ લાખ ૩પ હજાર નાગરીકોએ કોરોના રસી લઈને વડાપ્રધાનના જન્મ દિવસને યાદગાર બનાવ્યો હતો.

સ્માર્ટ સીટીમાં નવ મહીનાના સમયગાળા દરમ્યાન પ૩.૬૭ લાખ વેકસીન ડોઝ ચુકવવામાં આવ્યા છે. મ્યુનિ. કમિશ્નરે કોરોના વેકસીન લીધી ન હોય તેવી વ્યક્તિઓને મ્યુનિ. મિલ્કતોમાં પ્રવેશ પ્રતિબંધની પણ જાહેરાત કરી છે.

સ્માર્ટસીટી અમદાવાદમાં વડાપ્રધાનના જન્મ દિવસે રેકોર્ડ બ્રેક વેકસીન લગાવવામાં આવી હતી તેમજ પ્રતિ સેકન્ડ ત્રણ નાગરીકોને કોરોના વેકસીન આપવામાં આવી હતી. શહેરમાં ૧૮ કે તેથી વધુ વયના પ૩પ૭પ૬૬ નાગરીકો છે જે પૈકી ૩૬૮૪ર૭૪ નાગરીકોએ પ્રથમ ડોઝ અને ૧૬૮૩ર૯ર નાગરીકોએ વેકસીનના બંને ડોઝ લીધા છે.

વડાપ્રધાનના જન્મ દિવસે ૧,૩પ,૯,૪૩ વેકસીન ડોઝ આપવામાં આવ્યા હતા જેના કારણે પ્રથમ ડોઝની ટકાવારીમાં બે ટકાનો વધારો થયો છે. ૧૪ સપ્ટેમ્બરે પ્રથમ ડોઝ લેનાર નાગરીકોની ટકાવારી ૭૭ ટકા હતી જયારે ૧૭ સપ્ટેમ્બરે પ્રથમ ડોઝ લેનારની ટકાવારી ૭૯ સુધી પહોચી છે.

મ્યુનિ. સુત્રોએ જણાવ્યા મુજબ શહેરના પ૦૯૯૯૧૬ નાગરીકોને કોવીશીલ્ડ અને રપ૭૭પ૦ નાગરીકોને કોવેકસીન આપવામાં આવી છે. ઉંમર ગ્રુપ મુજબ જાેવામાં આવે તો ૧૮થી ૪૪ વય જુથમાં ૩૧૮૧૦૧૩, ૪પ થી ૬૦ વય જુથમાં ૧૩૪૮૧૬ર તથા ૬૦ કે તેથી વય ના ૮૩૮૩૯૧ લોકોએ વેકસીન મુકાવી છે. શહેરના ૩૦પર૬૧૦ પુરુષો અને ર૩૧૪૦૮પ સ્ત્રીઓએ વેકસીનના ડોઝ લીધા છે.

વડાપ્રધાનના જન્મ દિવસે ૬૦૦ જેટલી સાઈટ પર વેકસીન કામગીરી કરવામાં આવી હતી જેમાં મંગલ પાંડે હોલમાં ૧૬૯૦, ઘાટલોડીયા અર્બનમાં ૯૯૩, નિકોલ અર્બનમાં ૧૦ર૪ તેમજ પીપળજ અર્બન સેન્ટર પર ૯૪૦ ડોઝ મુકવામાં આવ્યા છે.

કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા તેમજ સંભવિત ત્રીજી લહેરને રોકવા માટે મ્યુનિ. કમિશ્નરે ખાસ પરિપત્ર જાહેર કર્યા હતા મ્યુનિ. કમિશ્નરની જાહેરાત મુજબ એ.એમ.ટી.એસ., બી.આર.ટી.એસ, કાંકરીયા ફ્રન્ટ, કાંકરિયા ઝુ, સાબરમતી રિવરફ્રંટ, મ્યુનિ. લાયબ્રેરી, જીમખાના, સ્વીમીંગ પુલ, એએમસી સ્પોર્ટસ કોમ્પલેક્ષ, સીટી સીવીક સેન્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની તમામ બિલ્ડીંગોમાં પ્રવેશ સમયે કોવિડ વેકસીનેશનના સર્ટિફિકેટનો આગ્રહ રાખવામાં આવશે.

જે લોકોએ વેકસીનનો પ્રથમ ડોઝ લીધો ન હોય તેમજ બીજા ડોઝની પાત્રતા ધરાવતા હોય તેમ છતાં પણ વેકસીન લીધી ન હોય તેવી વ્યક્તિઓને મ્યુનિ. મિલકતોમાં ર૦ સપ્ટેમ્બરથી પ્રવેશ આપવામાં આવશે નહી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.