Western Times News

Gujarati News

આવનારી ચૂંટણીમાં સુરતની વરાછા બેઠક જીતવી કપરી: પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી

સુરત, નવા મંત્રીમંડળની રચના થયા બાદ હવે રાજ્યકક્ષાના પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ પોતાનો મત જાહેર કર્યો છે. જેમાં તેણે અનેક એવા નાના મુદ્દાઓ પરની સ્વીકૃતિ દર્શાવીને અનેક લોકોને ચોંકાવી દીધા છે.તેમણે કહ્યું કે,હું સત્ય વાત પાર્ટીના હિતમાં કરી રહ્યો છું.

એ મારી જવાબદારી છે કે, સાચી હકીકતોથી પક્ષને વાકેફ કરવા. આવનારી વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીમાં વરાછા બેઠક જીતવી અઘરી છે કારણ કે, ભાજપના મતદારો ભાજપથી વિમુખ થઈ રહ્યા છે. વરાછા હવે આમ આદમી પાર્ટીનું એપી સેન્ટર બની રહ્યું છે.

નવા તૈયાર થયેલા મંત્રીમંડળમાં સુરતના ધારાસભ્યોને જ સ્થાન આપવામાં આવી રહ્યું છે. આના પરથી એક વાત એ નક્કી થાય છે કે, આવનારી વિધાનસભામાં સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના વધી રહેલા પ્રભાવને કાબુમાં લેવા માટે એક રણનીતિ તૈયાર થઈ રહી છે.

વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણી પોતે આ વાત સ્વીકારે છે કે, વરાછા વિધાનસભા બેઠક જીતવી અઘરી છે. આ બેઠક જીતવા માટે ભાજપે ખૂબ સારા ઉમેદવારની પસંદગી કરવાની રહેશે. ચોંકાવનારી વાત એ છે કે, તેમણે સ્વીકાર્યું છે કે, અગાઉના કમિટેડ મતદારો હવે પાર્ટીથી નારાજ થઈ ગયા છે. કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો એવો દેખાવ કર્યો છે. કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી વિપક્ષમાં બેઠી છે. પ્રજાલક્ષી અનેક મુદ્દાઓ ઉપાડવામાં તે સફળ પુરવાર થઈ છે.

વરાછા, કામરેજ, કતારગામ, કરંજ જેવા વિધાનસભાના વિસ્તારમાં આમ આદમી પાર્ટી સતત ભાજપના સત્તાધીશ સામે અનેક પ્રશ્નો પહોંચાડવામાં સફળ થઈ છે. લોકોના અવાજનો પડઘો કોર્પોરેશનમાં વિપક્ષ થકી પડી રહ્યો છે. એટલે બની શકે છે કે, આ વિધાનસભા બેઠકો પર આમ આદમી પાર્ટીનું એક મોટું પ્રભુત્વ જાેવા મળી શકે છે.

કુમાર કાનાણીએ સ્વીકાર્યું કે, આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ આ વિસ્તારમાં વધ્યું છે. વિધાનસભાની આ બેઠક પર લોકોમાં સતત જતો અને પકડ રાખતો ઉમેદવાર જ આ બેઠક જીતી શકે. ખૂબ ચોક્કસાઈ પૂર્વક તપાસ કર્યા બાદ ઉમેદવાર પસંદ કરવાના રહેશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.