Western Times News

Gujarati News

નીતિન ગડકરી યુટ્યૂબથી દર મહિને ૪ લાખ રૂપિયાની કમાણી કરે છે

નવીદિલ્હી, સોશિયલ મીડિયાના આ સમયમાં લગભગ દરેક વ્યક્તિ યુટ્યુબથી પરિચિત છે. સેલિબ્રિટીઓથી લઈને સામાન્ય લોકો સુધી યુટ્યુબના માધ્યમથી લાખો રૂપિયાની કમાણી કરે છે પરંતુ કદાચ એવા નેતાઓ બાબતે તમે ઘણું ઓછું સાંભળ્યું હશે. જેમને યુટ્યુબના માધ્યમથી એક સારી એવી માસિક આવક પ્રાપ્ત થાય છે. નીડર અંદાજ માટે જાણીતા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી યુટ્યુબના માધ્યમથી કમાણીનો ખુલાસો કરતા જણાવ્યું કે કઈ રીતે તેમને યુટ્યુબથી દર મહિને ૪ લાખ રૂપિયા મળી રહ્યા છે.

એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે કોરોના કાળ દરમિયાન મેં બે કામ કર્યા. મેં ઘરે ભોજન બનાવવાની શરૂઆત કરી અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વ્યાખ્યાન આપવાની શરૂઆત કરી દીધી. મેં ઘણી વ્યાખ્યાન ઓનલાઇન કરી, જેને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યા હતા.

મોટી સંખ્યામાં દર્શકોની સંખ્યાના કારણે યુટ્યુબ હવે મને દર મહિને ૪ લાખ રૂપિયાની ચુકવણી કરે છે. નીતિન ગડકરીના નીડર અંદાજવાળા ઘણા ભાષણ સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયા હતા અને મોટી સંખ્યામાં લોકોએ તેને જાેયા હતા.

નીતિન ગડકરીએ મધ્ય પ્રદેશમાં રતલામમાં દિલ્હી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ગુજરાત અને મુંબઇ જેવા રાજ્યોને કવર કરતા દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેની પ્રગતિની સમીક્ષા કરી. આ દરમિયાન તેમણે એક કાર્યક્રમમાં યુટ્યુબને લઈને આ વાત કહી હતી.

વીડિયો સ્ટ્રિમિંગ કંપની યુટ્યુબે હાલમાં જ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે ભારતમાં આ વર્ષે મેમાં ૨ કરોડથી વધારે લોકોએ પોતાની ટી.વી. સ્ક્રીન પર યુટ્યુબ જાેયું જે ગત વર્ષની તુલનામાં ૪૫ ટકા વધારે છે. યુટ્યુબ પાર્ટનરશિપના ડિરેક્ટર સત્ય રાઘવને કહ્યું કે ભારતમાં ૮૫ ટકા વીડિયો દર્શકોએ કહ્યું કે કોરોના વાયરસ બાદ તેમણે પહેલાથી ખૂબ વધારે યુટ્યુબ ઉપયોગ કર્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.