Western Times News

Gujarati News

પ્રેમ પ્રકરણમાં કરાયેલી હત્યા મામલે દેશભરમાં ગુજરાત બીજા ક્રમાંકે

નવીદિલ્હી, ગુજરાતમાં એક વર્ષમાં પ્રેમપ્રકરણમાં કરવામાં આવતી હત્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં ૧૪૭ જ્યારે વર્ષ ૨૦૨૦માં ૧૭૦ વ્યક્તિઓની પ્રેમપ્રકરણમાં હત્યા થઇ છે. ગુજરાતમાં વર્ષ ૨૦૨૦માં ૯૮૨ વ્યક્તિઓની હત્યા થઇ હતી અને તેમાંથી સરેરાશ ૧૮%માં કારણ પ્રેમપ્રકરણ છે તેમ કહી શકાય. આ ઉપરાંત પાણીને લીધે કરાતી હત્યામાં પણ એક વર્ષમાં વધારો થયો છે. ૨૦૧૯માં ૪ જ્યારે ૨૦૨૦માં ૮ વ્યક્તિની હત્યા માટે પાણીનું કારણ જવાબદાર હતું.

નેશનલ ક્રાઇમ રેકોર્ડ્‌સ બ્યુરો દ્વારા જારી કરવામાં આવેલા વર્ષ ૨૦૨૦ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં પ્રેમ પ્રકરણને લીધે કરવામાં આવતી હત્યામાં ચિંતાજનક વધારો નોંધાયો છે. પ્રેમ પ્રકરણને લીધે કરાયેલી હત્યામાં ઉત્તર પ્રદેશ ૩૭૦ સાથે મોખરે, ગુજરાત-બિહાર ૧૭૦ સાથે બીજા, મધ્ય પ્રદેશ ૧૪૭ સાથે ત્રીજા, મહારાષ્ટ્ર ૧૧૬ સાથે ચોથા રાજસ્થાન ૬૬ સાથે પાંચમાં સ્થાને છે.

સમગ્ર દેશમાં પ્રેમપ્રકરણને લીધે ગત વર્ષે કુલ ૧૪૪૩ વ્યક્તિઓની હત્યા થઇ હતી. આ પૈકીની ૧૨% માત્ર ગુજરાતમાંથી જ થઇ છે તેમ કહી શકાય. જાે કે, ૨૦૧૯માં ઓનર કિલિંગને લીધે ૫ની હત્યા થઇ હતી જ્યારે ૨૦૨૦માં ઓનર કિલિંગને લીધે એકપણ હત્યા થઇ નથી.

પાણીને લીધે દેશના જે રાજ્યમાં સૌથી વધુ હત્યા થઇ હોય તેમાં બિહાર ૩૯ સાથે મોખરે, ઉત્તર પ્રદેશ ૩૨ સાથે બીજાે, મહારાષ્ટ્ર-રાજસ્થાન ૧૧ સાથે ત્રીજા, ગુજરાત ૮ સાથે ચોથા સ્થાને છે. સમગ્ર દેશમાં એક વર્ષમાં કુલ ૧૧૮ વ્યક્તિની પાણીને લીધે હત્યા થઇ છે. રાજ્યમાં નાણાંની લેતી-દેતી મામલે ૭૮ની હત્યા થઇ છે.

આ મામલે મહારાષ્ટ્રમાંથી સૌથી વધુ ૧૮૦ની હત્યા થઇ છે. ગુજરાતમાં ગત વર્ષે નાણાને લીધે ૮૦ વ્યક્તિની હત્યા થઇ હતી. જમીન-મિલકતને લીધે થયેલી હત્યામાં એક વર્ષમાં વધારો થયો છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯માં ૪૧ના જ્યારે ૨૦૨૦માં ૫૪ વ્યક્તિએ જમીન-મકાન મિલકતના વિખવાદમાં જીવ ગુમાવ્યો હતો. આ મામલે ઉત્તર પ્રદેશ ૬૪૨ સાથે મોખરે છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.