Western Times News

Gujarati News

સોનૂને ત્યાં પડેલા ઇન્કમ ટેક્સના દરોડાની ટીકા થઇ રહી છે

મુંબઇ, બોલીવુડ અભિનેતા અને કોરોના કાળમાં પ્રવાસી મજૂરોની મદદ કરીને દેશભરમાં જાણીતા બનેલા સોનૂ સૂદના ૬ સ્થળોએ ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડયા છે એ વાતને લઇને હવે સોશિયલ મીડિયામાં લોકો સોનૂના સમર્થનમાં આવ્યા છે, જેમાં એક પૂર્વ આઇએએસ ઓફીસર અને મહિલા લેખિકા, પત્રકાર પણ સામેલ છે. પૂર્વ આઇએએસ અધિકારીએ કહ્યું કે જાે તમને જિંદગીમાં ખ્યાતિ મળે તો સોનૂ સૂદ બનજાે કંગના નહી બનતા.

સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સોનૂને સપોર્ટ કરી રહ્યા છે.પૂર્વ આઇએએસ ઓફિસર સૂર્ય પ્રતાપ સિંહે પોતાના સત્તાવાર ટ્‌વીટર હેન્ડલ પર લખ્યું છે કે જાે તમને પ્રસિધ્ધી મળે તો સોનૂ સૂદ જ બનજાે કંગના નહીં બનતા. તો લેખિકા અને પત્રકાર તવલીન સિંહે પણ ટવીટ કરીને સોનૂના સમર્થનમાં સવાલ પુછ્યો છે. તવલીને લખ્યું કે સોનૂ સૂદને ત્યાં ઇન્કમ ટેક્સના દરોડા કેમ પડયા? કારણ કે તેમણે ગયા વર્ષે ક્રુર લોકડાઉનમાં હતાશ થઇ ચુકેલા પ્રવાસી મજૂરોની મદદ કરી હતી.

ટ્રાઇબલ આર્મીના ફાઉન્ડર હંસરાજ મીણાએ પણ સોનૂને ત્યાં પડેલા ઇન્કમ ટેક્સના દરોડાની આલોચના કરી હતી. હંસરાજે ટવીટ કરીને કહ્યું કે ઇન્કમ ટેકસ વાળા અક્ષય કુમાર, અમિતાભ બચ્ચનના ઘરે કયારે પહોંચશે.?. આમ આદમી પાર્ટી સાથે જાેડાયેલી પ્રીતિ શર્મા મેનને ટવીટ કરીને લખ્યુ કે ગરીબોની સેવા કરવાનું સોનૂને ઇનામ મળ્યું છે.

સોનૂ સૂદ તાજેતરમાં આમ આદમી પાર્ટીની એક મિટિંગમાં સામેલ થયા હતા. આ વખતે દિલ્હીના મુખ્યમંત્રી અને આપ નેતા અરવિંદ કેજરીવાલે દિલ્હીના સ્કુલના બાળકો માટે મેન્ટરશિપ પ્રોગ્રામના બ્રાન્ડ એમ્બેસેડર ઘોષિત કર્યા હતા. એ પછી થોડા જ દિવસમાં ઇન્કમ ટેક્સ વિભાગે સોનુંના ૬ સ્થળોએ દરોડા પાડી દીધા હતા.સોનૂ સૂદ આમ તો બોલીવુડ અભિનેતા તરીકે જાણીતો જ હતો.,

પરંતુ કોરોના સમયમાં પ્રવાસી મજૂરો ને તો મદદ કરી જ હતી, પણ એવા અસંખ્ય લોકોને સોનૂને મદદ કરી જેમની શિક્ષણની, કે અન્ય વસ્તુઓની જરૂર હતી. સોનૂએ એટલી જબરદસ્ત લોકચાહના મેળવી છે કે કેટલાંક લોકો તેને ભગવાન સમજવા લાગ્યા છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.