એશ્વર્યા રાય પાસે હાલમાં કોઇ પણ હિન્દી ફિલ્મ નથી
મુંબઇ, બોલિવુડની બ્યુટીક્વીન એશ્વર્યા રાય બચ્ચન હાલમાં કોઇ હિન્દી ફિલ્મમાં કામ કરી રહી નથી. તેના ચાહકો માટે આ નિરાશાજનક સમાચાર છે. ૪૫ વર્ષીય એશ સારી ફિલ્મ કરવા માટે ઇચ્છુક છે. જા કે તેની પાસે તેની ઇચ્છામુજબની ભૂમિકાવાળી ફિલ્મ આવી રહી નથી. બીજી બાજુ તે મણિરત્નમ સાથે ફરી કામ કરવા માટે ઇચ્છુક છે.
રંગાસિયમ અને ગુરૂ તેમજ ઇરુવર જેવી ફિલ્મોમાં મણિરત્નમ સાથે કામ કરી ચુકેલી બોલિવુડની બ્યુટિક્વીન એશ્વર્યા રાય બચ્ચન હવે વધુ એક ફિલ્મમાં મણિ સાથે કામ કરવા માટે જઇ રહી છે. મળેલી માહિતી મુજબ ફિલ્મ પોન્નીનિ સેલ્વમમાં નજરે પડનાર છે. મણિરત્નમે હમેંશા એશને પોતાની ફિલ્મમાં મુખ્ય અભિનેત્રી તરીકે રજૂ કરી છે.
નવી ફિલ્મમાં એશ ફરી એકવાર નેગેટિવ રોલ કરવા જઇ રહી છે. વિતેલા વર્ષોમાં એશ વિલેન તરીકેની ભૂમિકા અદા કરી ચુકી છે. હવે વધુ એકવાર વિલેન તરીકેની ભૂમિકામાં આવી રહી છે. પોન્નીનિ સેલ્વમમાં એશ નેગેટિવ રોલમાં છે. આ ફિલ્મ એક પિરિયડ ડ્રામાં ફિલ્મ છે. જે ૧૦મી સદીના ચોલ રાજાની પટકથા છે. તમામ પ્રકારની સમસ્યાનો સામવો કરીને કઇ રીતે રાજા ચોલ રાજા બની જાય છે તે આ ફિલ્મમાં દર્શાવવામાં આવનાર છે. ફિલ્મમાં એશ પેરિયાના પત્નિના રોલમાં નજરે પડનાર છે.
એશ નંદીનીના રોલમાં નજરે પડનાર છે. નંદિની ફિલ્મમાં ખુબ વધારે પડતી પાવર હંગ્રી વુમન તરીકે ફિલ્મમાં નજરે પડનાર છે. તે પોતાના પતિની સાથે મળીને રાજા ચોલના સામ્રાજ્યને નષ્ટ કરવા માટે પ્રયાસ કરે છે. ફિલ્મમાં એશના પતિની ભૂમિકામાં મોહન બાબુ નજરે પડનાર છે. એશે વિતેલા વર્ષોમાં કેટલીક ફિલ્મોમાં નેગેટિવ રોલ કરેલા છે. જેમાં વર્ષ ૨૦૦૫માં આવેલી હિન્દી ફિલ્મ ખાકી અને વર્ષ ૨૦૦૬માં આવેલી ધુમ-૨માં નેગેટિવ રોલ અદા કરી ચુકી છે.