Western Times News

Gujarati News

કઠોર ટ્રાફિક નિયમોના વિરોધમાં દેશમાં હડતાળથી ભારે અંધાધૂંધી

પ્રતિકાત્મક

નવી દિલ્હી : નવા ટ્રાફિક નિયમોને લઇને દેશના જુદા જુદા રાજ્યોમાં લોકોની નારાજગી વચ્ચે આજે ટ્રાન્સપોર્ટરો હડતાળ ઉપર ઉતરી ગયા હતા. દેશભરમાં હડતાળના લીધે કેટલીક જગ્યાઓએ અંધાધૂંધી ફેલાઈ ગઈ હતી. ખાસ કરીને દિલ્હી અને તેની સાથે જાડાયેલા નોઇડા, ગાઝિયાબાદ અને ફરિદાબાદમાં હડતાળની સૌથી વધારે અસર જાવા મળી હતી. હડતાળ સમર્થકો દ્વારા કેટલીક જગ્યાઓએ દેખાવો કર્યા હતા. ટ્રાન્સપોર્ટરોની હડતાળના લીધે સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હડતાળમાં ટ્રાન્સપોર્ટરોએ ઘણી જગ્યાએ બળજબરીપૂર્વક વાહનોને રોક્યા હતા. તોડફોડ કરી હતી.

દેશના અન્ય ભાગોમાં હડતાળને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ હડતાળ કેન્દ્ર સરકારના મોટર વ્હીકલ એક્ટમાં કરવામાં આવેલા ફેરફારના વિરોધમાં બોલાવવામાં આવી હતી. ઘણી જગ્યાએ હાઈવે પર ધાંધલ ધમાલના પ્રયાસ થયા હતા. દેશભરમાં નવા ટ્રાફિક નિયમો કઠોર રીતે લાગુ કરવામાં આવ્યા બાદ આના વિરોધમાં આજે દેશભરમાં ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતરી ગયા છે. દિલ્હી અને એનસીઆરમાં હાલત કફોડી બની ગઇ છે. ઓલા અને ઉબરની સેવાને પણ રોકવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નવા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટ્રાફિક નિયમોના ભંગના મામલામાં કેટલાક ગુના દાખલ કરવામાં આવ્યા બાદ અને દંડની જંગી રકમ વસુલ કરવામાં આવ્યા બાદ આની સામેના વિરોધમાં દેશભરમાં આજે ટ્રાન્સપોર્ટર હડતાળ પર જતા જનજીવન પર અસર થઇ હતી. દિલ્હી અને તેની સાથે જાડાયેલા નોઇડા, ગાજિયાબાદ અને ફરિદાબાદમાં આ હડતાળની સૌથી વધારે અસર જાવા મળી રહી છે.

હડતાળ પર ઉતરેલા સમર્થકો દ્વારા બળજબરીપૂર્વક વાણિજ્ય વાહનો અને ખાસ કરીને ઓલા ઉબરને રોકવામાં આવી રહી છે. આની સાથે જ માર્ગો પર રહેલા ઓટોને પણ બળજબરીપૂર્વક રોકવામાં આવે છે. નવી દિલ્હી રેલવે સ્ટેશન પર કેબને રોકવામાં આવી હતી. હડતાળના કારણે સવારમાં ઓફિસ જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. હડતાળના કારણે નોઇડાની મોટા ભાગની સ્કુલોમાં રજા જાહેર કરવામાં આવી છે. દિલ્હી અને એનસીઆરમાં જે સ્કુલોમાં રજા નથી ત્યારે બાળકોને લાવવા લઇ જવા માટે કહેવામાં આવ્યુ છે. ઓલા, ઉબર અને ટેક્સીઓને રોકવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા.

સમર્થકો કેટલીક જગ્યાએ ખુલ્લી રીતે મેદાનમાં આવતા તંગ  સર્જાઇ હતી. નોઇડાના સેક્ટર ૬૧ પર અંધાધુંધી દેખાઇ હતી. હડતાળ પર ઉતરેલા સમર્થકોએ પીલા નંબરની પ્લેટવાળી કોર્મિશિલ કારોને પણ રોકવામાં આવી હતી. દિલ્હી અને એનસીઆરમાં સવારમાં હડતાળની અસર જાવા મળી હતી.

ઓલા ઉબરના રેટ પર અસર જાવા મળી હતી. એપ આધારિત આ ટેક્સીઓની માંગ એકાએક વધી ગઇ હતી. જેથી એકાએક તેના રેટ બે ગણા કરી દેવામાં આવ્યા હતા. યાત્રીઓએ મજબુરીમાં બે ગણી રકમ ચુકવી હતી. સ્કુલોમાં રજા અને કેટલીક કંપનીઓએ ઘરથી કામ કરવા માટે કર્મચારીઓને સુચના આપી હતી. નોઇડામાં સવારે માર્ગો પર થ્રીલર પણ ગાયબ દેખાઇ રહ્યા છે.

હાલમાં ટ્રાફિકના માં આવ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાં જારદાર પરેશાની લોકો ઉઠાવી રહ્યા છે. નવા ટ્રાફિક નિયમો કઠોર રીતે લાગુ કરવામાં આવ્યા બાદ તમામ લોકો આને લઇને વધારે સમયની માંગ કરવામાં આવી રહી છે. વાહન ચાલકો પાસેથી જંગી દંડની રકમ વસુલ કરવામાં આવી રહી છે. હેલ્મેટ સહિતના નિયમો વધારે કઠોર કરી દેવાયા છે. સૌથી વધારે અસર નોઇડા અને એનસીઆર વિસ્તારમાં જાવા મળી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.