તાલિબાનને ટાર્ગેટ કરી બૉમ્બ બ્લાસ્ટ કરાતા ૩નાં મોત

કાબુલ, અફઘાનિસ્તાનના પૂર્વ નાંગરહાર વિસ્તારની રાજધાનીમાં તાલિબાનના વાહનોને ટાર્ગેટ કરી કરવામાં આવેલા ૩ સિલિયર બ્લાસ્ટમાં ઓછામાં ઓછાં ૩ લોકોના મોત નિપજ્યાં છે અને ૨૦ લોકો ઘાયલ થયા છે.
આ ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓએ જાણકારી આપી છે. જલાલાબાદમાં શનિવારના રોજ થયેલા હુમલા અંગે હાલમાં કોઇએ જવાબદારી લીધી નથી પરંતુ પૂર્વ અફઘાનિસ્તાનના ઇસ્લામિક સ્ટેટ સાથે જાેડાયેલા એક સમૂહનો ગઢ છે અને તેઓ અફઘાનિસ્તાનના નવા તાલિબાન શાસન શત્રુ છે.
ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના વડાએ એક મહત્વની જાહેરાત કરીને તાલિબાની સરકારને મોટો ઝટકો આપ્યો છે. આઈએમએફે કહ્યું હતું કે તાલિબાની સરકારને જ્યાં સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળશે નહીં ત્યાં સુધી કોઈ જ સહાય રકમ આપવામાં નહીં આવે. એના કારણે આગામી દિવસોમાં સરકાર ચલાવવા માટે તાલિબાનોને ફંડિંગનો મોટો પ્રશ્ન થશે.
અફઘાનિસ્તાનમાં તાલિબાનોની સરકાર રચાયા પછી તેને હજુ સુધી આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું નથી. દુનિયાભરના દેશોએ હજુ સુધી તાલિબાની સરકારને માન્યતા આપી નથી. પાકિસ્તાન અને ચીન સિવાયના કોઈ દેશો તાલિબાનનું સમર્થન કરતાં જણાતા નથી.
આવી સ્થિતિમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પણ સહાય કરવાનો ઈનકાર કર્યો છે. અફઘાનિસ્તાનને મળનારી સહાય રાશિ રોકી દેવામાં આવી છે.બીજી તરફ આર્થિક કટોકટી વચ્ચે અફઘાનિસ્તાનમાં નવી તાલિબાન સરકાર નવું સૈન્ય બનાવવાની ફિરાકમાં છે.HS