12 વર્ષથી હું રોજ માત્ર અડધો કલાક જ ઉંઘુ છું, જાપાનના નાગરિકનો દાવો

નવી દિલ્હી, જાપાનના એક નાગરિકે દાવો કર્યો છે કે, છેલ્લા 12 વર્ષથી હું રોજ માત્ર 30 મિનિટ જ ઉંઘું છું અને એ પછી મને કોઈ પણ જાતનો થાક અનુભવાતો નતી.
જાપાનના અખબારના અહેવાલ પ્રમાણે ડાઈસુકે હોરીનુ કહેવુ છે કે, મેં ઉંઘવાનો સમય આઠ કલાકની જગ્યાએ ઘટાડીને 30 મિનિટનો કરી નાંખ્યો છે અને તેમણે દાવો કર્યો છે કે, તેની કોઈ અવળી અસર મારા પર થઈ નથી.
હોરી જાપાન શોર્ટ સ્લીપર એસોસિસેશનના અધ્યક્ષ પણ છે અને બીજા લોકોને તેઓ પોતાની ઓછી ઉંઘવાની ટેકનિક શીખવાડે છે. તેમને ચર્ચા માટે જાપાનના ટીવી શોમાં આમંત્રણ પણ આપવામાં આવ્યુ હતુ.
હોરીએ કહ્યુ હતુ કે, મને લાગ્યુ હતુ કે આઠ કલાકની ઉંઘ બાદ બચેલા દિવસના 16 કલાક જીંદગીમાં મારે જે પણ મેળવવુ છે તે માટે પૂરતા નથી અને એટલા માટે મેં મારી ઉંઘ ઓછી કરવા માટે પ્રયોગો શરૂ કરી દીધા હતા. તેમનો દાવો હતો કે, કેટલાક વર્ષોમાં જ મેં મારી ઉંઘ અડધો કલાકની કરી નાંખી છે અને એ પછી પણ હું એનર્જીથી ભરપૂર રહું છું.
પોતાના દાવાને સાચો પૂરવાર કરવા માટે તેમણે ટીવી શોની ટીમને પોતાના ઘરમાં ત્રણ દિવસ રાખી હતી અને આ દરમિયાન તેઓ અડધો કલાક જ ઉંઘ લઈને પોતાનુ રોજનુ કામ કોઈ પણ સામાન્ય વ્યક્તિની જેમ કરતા કહ્યા હતા.