Western Times News

Gujarati News

ગણેશ વિસર્જન સમયે ૧૩ ડીસીપી, ૭૦ પીઆઈ સહિત કુલ ૯૭૦૦થી વધુ પોલીસ તૈનાત

આરએએફની બે ટુકડી અને એસઆરપીની ૩ ટુકડીઓ પણ સામેલ

(પ્રતિનિધિ)અમદાવાદ, આજે ગણેશ વિસર્જને લઇને શહેર પોલીસે પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. સમગ્ર અમદાવદમાં ૧૩ ડીસીપી, ૭૦ પીઆઈ સહિત કુલ ૯૭૦૦થી વધુ પોલીસ અને બે રેપીડ એક્શન ફોર્સ તથા ૩ રીઝર્વ પોલીસ (એસઆરપી)ની ટુકડી તૈનાત કરવામાં આવી છે.

રાજ્યનાં મોટાં તહેવારોમાંનાં એક એવાં ગણેશ ઊત્સવ પૂર્ણ થતાં શહેરીજનો ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરી શકે એ માટે સમગ્ર શહેરમાં ૫૨ કૃત્રિમ કુંડ તૈયાર કરવામાં આવ્યા છે.

આ અંગે માહિતી આપતાં કંટ્રોલ રૂમ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, ગણેશ વિસર્જનનાં દિવસે કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોરોનાાં માહોલમાં વ્યવસ્થા જળવાય તેને લઈને રવિવારાં દિવસે ૧૩ ડીસીપી, ૭૦ પોલીસ ઈન્સ્પેક્ટર, ૨૬૫ પોલીસ સબ ઈન્સ્પેક્ટર, ૫૭૦૦ કોન્સ્ટેબલ અને ૩૭૦૦ હોમગાર્ડનાં જવાનો તૈનાત રહેશે. ઊપરાંત એસઆરપીની ૩ ટુકડી અને આરએએફની ટુકડીઓ પણ તૈનાત કરવામાં આવી છે. જેમાંથી આરએએફની બે ટુકડીઓ શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં મુકવામાં આવશે.

જ્યારે ગણેશજીની મૂર્તિનાં વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા શહેરનાં બોડકદેવ, થલતેજ, સાયન્સ સીટી, ગોતા, ચાંદલોડીયા, જાેધપુર, સરખેજ, મકરબા, સાબરમતી નદીને કિનારે, એરપોર્ટ રોડ, સરદાર નગર, કોતરપુર ગામ, બાપુનગર ચાર રસ્તા, સૈજપુર ટાવર, જમાલપુર, ગુજરી બજાર, લેમન ટ્રી હોટેલ નજીક, માસ્તર કોલોની, દધીચી બ્રિજ નજીક, મણીનગર, બહેરામપુરા, લાંભા, વટવા, ખોખરા, સાબરમતી, મોઢેરા, પાલડી, નવરંગપુરા, નારણપુરા, સુભાષ બ્રિજ, રાણીપ, વસ્ત્રાલ, નિકોલ તથા રામોલ ગામ સહિત કુલ ૫૨ સ્થળોએ કુંડ બનાવવામાં આવ્યાં છે. આ કુંડમાં જ મૂર્તિનું વિસર્જન કરવાનું રહેશે.

અગાઉ પણ પોલીસની વિશેષ શાખા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે મુજબ સરઘસમાં ફક્ત ૧૫ વ્યક્તિઓ જ સામેલ થઈ શકશે અને એક જ વાહન લાવવાનું રહેશે.

આ અંગે પોલીસ કંટ્રોલરૂમ ડીસીપી હર્ષદ પટેલે જણાવ્યું હતું કે શહેરમાં કુલ ૭૪૦ પંડાલોની નોંધણી થઈ છે. શહેરીજનો વિસર્જન સમયે કોરોનાની ગાઈડલાઈનનું સંપૂર્ણ પાલન કરે તેવી તેમણે અપીલ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.