Western Times News

Gujarati News

GCCIની 71મી વાર્ષિક સામાન્ય સભા અને હોદ્દેદારોની નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) ની 71મી વાર્ષિક સામાન્ય સભા આજે GCCI પરિસર, આશ્રમ રોડ ખાતે યોજાઈ હતી અને ત્યારબાદ વર્ષ 2021-22 માટેના નવા હોદ્દેદારોની ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો.

વાર્ષિક સામાન્ય સભામાં રાજ્યભરમાંથી GCCIના સભ્યોએ ભાગ લીધો હતો. સામાન્ય એજન્ડાના મુદ્દાઓ ઉપરાંત, GCCIનાબંધારણ અને નિયમોમાં મહત્વના સુધારાઓ પણ AGMમાં સભ્યોએ સર્વાનુમતે પસાર કર્યા હતા. વધુમાં, કારોબારી સમિતિનાસભ્યો કે જેઓ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા તેમના નામ જાહેર કરવામાં આવ્યા હતા અને સામાન્ય સભા દરમિયાન તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

વાર્ષિક સામાન્ય સભાના સમાપન બાદ વર્ષ 2021-22 માટે હોદ્દેદારોની નવી ટીમનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ સમારંભમાં જીસીસીઆઈના અગ્રણી સભ્યો, વેપાર અને ઉદ્યોગના અન્ય પ્રતિષ્ઠિત મહાનુભાવો, પ્રેસ અને મીડિયાનાપ્રતિનિધિઓ, શુભેચ્છકો, નવા હોદ્દેદારોના પરિવારના સભ્યો અને કારોબારી સમિતિના અન્ય ચૂંટાયેલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહની શરૂઆત વર્ષ 2020-21ના હોદ્દેદારો દ્વારા સંક્ષિપ્ત સંબોધન સાથે કરવામાં આવી હતી. તેમણે ઉપસ્થિત મહાનુભાવોને સંબોધ્યા હતા અને પાછલા વર્ષ દરમિયાન તેમના અનુભવો રજુ કર્યા હતા.

માનદ ખજાનચી (2020-21)શ્રી સચિન પટેલ, માનદ સચિવ (રિજિયોનલ) (2020-21)શ્રી વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ(2020-21)શ્રી કે.આઈ.પટેલ અને પ્રમુખ (2020-21)શ્રી નટુભાઈ પટેલે તેમના અનુભવો અને વિચારોને સભા સમક્ષ રજુ કર્યા અને વર્ષ દરમિયાન તેમને મળેલા સહયોગ બદલ સૌનો આભાર માન્યો હતો.

ત્યારબાદ વર્ષ 2021-22 ના હોદ્દેદારોની નવી ટીમને ચાર્જ સોંપવામાં આવ્યો. શ્રી હેમંત શાહે નવા પ્રમુખ તરીકેનો પદ ગ્રહણ કર્યો, શ્રી પથિકપટવારીએ સિનિયર ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો અને શ્રી સંજીવ છાજરે વર્ષ 2021-22 માટે નવા ઉપપ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો. નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રેક્ષકોને સંબોધિત કર્યા અને આવતા વર્ષ ના કાર્યકાળ માટે GCCIમાટેની તેમની કાર્ય યોજના રજુ કરી.

GCCIના પ્રમુખ (2021-22)શ્રી હેમંત શાહે GCCI Vision2021-22 વિષય પરનું પ્રેઝન્ટેશન સભા સમક્ષ રજુ કર્યું જેમાં તેમણે GCCIમાટે 4મુખ્યઆધારસ્તંભ પર આધારિત વર્ષ2021-22 માટેના અભિગમ વિષયે વાત કરી. પ્રમુખ શ્રી હેમંત શાહ દ્વારા રજુ કરેલ પ્રેઝન્ટેશન અત્રે બિડાણ કરેલ છે.

અંતમાં શ્રી પંકજભાઈ પટેલ, ચેરમેન, એમ્પાવર્ડ એપેક્સ કમિટી, GCCI દ્વારા સભાને સંબોધવામાં આવ્યા અને હોદ્દેદારોની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.