મારા દાદી નીચી જાતિથી હતા, તેથી આજ સુધી સમાજે અમને અપનાવ્યા નહીંઃ નવાઝુદ્દીન

મુંબઇ, બોલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીએ સમાજમાં ફેલાયેલી જાતિની જકડબંધી તોડવાની અપીલ કરી છે. ઉત્તર પ્રદેશના રહેનારા સિદ્દીકીએ કહ્યું કે, આપણા સમાજમાં જાતિગત ભેદભાવના મૂળિયા ખૂબ જ ઊંડા છે. નવાઝે પોતાની આપવિતી જણાવતા કહ્યું કે, તેમની દાદીની જાતિના કારણે હજુ પણ તેમના ગામમાં અમુક લોકો દ્વારા તેમના પરિવારને સ્વીકાર કરવામાં આવ્યો નથી. એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા નવાઝુદ્દીન સિદ્દીકીએ હાથરસ ગેંગરેપ મામલાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ જણાવ્યું અને કહ્યું કે, એ સારું છે કે લોકો પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે.
સિદ્દીકીએ કહ્યું, મારી દાદી નીચી જાતિથી આવે છે, જ્યારે મારો પરિવાર શેખ હતો. આ કારણે હજુ પણ ગામના લોકો મારા પરિવારને સારી નજરથી જાેતા નથી. અભિનેતાએ કહ્યું કે, શહેરી સંસ્કૃતિમાં ભલે જાતિઓ ગૌણ થઇ રહી હોય પણ ગ્રામીણ ભારતમાં હજુ પણ જાતિય વર્ચસ્વ હાવી છે. એક જ સમુદાયમાં નાની મોટી જાતિઓ વચ્ચે ભેદભાવ ચાલી રહ્યો છે.
નવાઝુદ્દીને કહ્યું કે, તે લોકોને એ ફરક નથી પડતો કે તમે બોલિવુડ અભિનેતા છો કે ધનપતિ. તેમને જાતિઓ સાથે મતલબ છે. અભિનેતાએ કહ્યું, આજે પણ અમે ઈચ્છીએ કે અમારા મામાના સંબંધીઓ છે તેમના લગ્ન પૈતૃક સંબંધીઓમાં કરાવવા માગીએ તો એ સંભવ નથી.
સિદ્દીકીએ કહ્યું કે સોશિયલ મીડિયાનો પ્રભાવ ગામના લોકો પર એટલો નથી જેટલો શહેરોમાં છે. અભિનેતાએ હાથરસ મામલાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું અને કહ્યું કે લોકોએ આની સામે અવાજ ઉઠાવવો જ જાેઈએ.
જણાવી દઇએ કે, હાલમાં જ અભિનેતાની એક ફિલ્મ સીરિયસ મેન નેટફ્લિક્સ પર રીલિઝ થઇ છે. જેની ચારેય બાજુથી પ્રશંસા થઇ રહી છે. બોલિવુડ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી પોતાની બેજાેડ પ્રતિભા અને ટેલેન્ટથી સૌ કોઈને હેરાનીમાં મૂકી દે છે. બોલિવુડના બહુમુર્ખી અભિનેતાઓમાંથી એક નવાઝ છે.
એક પછી એક માઈન્ડ બ્લોઈંદ પ્રદર્શનની સાથે અભિનેતા દરેક પળે દર્શકોને ચોંકાવી રહ્યો છે. તેની પાછલી ફિલ્મ રાત અકેલી હે પણ લોકોને ખૂબ પસંદ આવી હતી.
હાલમાં જ અભિનેતાની રીલિઝ થયેલી ફિલ્મ સીરિયસ મેન દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. સિદ્દીકી તેના પાત્રોમાં ખૂબ જ સરળતાથી ઢળી જાય છે અને પાત્રના ભારને સમજે છે. આ ફિલ્મમાં ઘણાં શેડ્સમાં નવાઝ ઢળતો જાેવા મળે છે જે સ્ટોરી વધારે સારી રીતે નિખારે છે અને નિશ્ચિત પણે ફિલ્મને જાેવા યોગ્ય બનાવે છે.HS