Western Times News

Gujarati News

તાવના કારણે કપડા ન ધોતા પતિએ પત્નીને ફટકારી

અમદાવાદ, તાવ આવતો હોવાથી કપડા ન ધોતા પતિએ ફટકારીને ઘરમાંથી કાઢી મૂકતા કૃષ્ણનગરમાં રહેતી મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ‘તને અલગ રહેવા નહીં દઉ’ અને ‘તને નોકરાણીની જેમ રાખીશ’ તેવા કડવા વેણ કહીને સાસરિયાં અવારનવાર માનસિક ત્રાસ ગુજારતા હોવાનો આક્ષેપ પણ મહિલાએ મૂક્યો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષીય મીરાના (નામ બદલ્યું છે) લગ્ન તેના જ સમાજના રોહિત સાથે વર્ષ ૨૦૧૮મા થયા હતા. લગ્નમાં મીરાના પરિવારે ભેટ-સોગાદ તેમજ ઘરવખરીના સામાન સહિત દહેજ આપ્યું હતું. મીરા ભાટમાં આવેલા બંગ્લોમાં પતિ સહિતના સાસરિયાં સાથે રહેવા ગઈ હતી.

લગ્નના ત્રણ મહિના બાદ જ સાસુ સહિતના સાસરિયા મીરા સાથે નાની-નાની વાતમાં મહેણાં-ટોણાં મારીને ઝઘડો કરવા લાગ્યા હતા. આ અંગે મીરાએ પતિને જાણ કરતાં તેણે પોતાના પરિવારનું ઉપરાણું લીધું હતું અને તેની સાથે જાેરદાર ઝઘડો કર્યો હતો.

આટલું જ નહીં પતિએ મીરાને માર પણ માર્યો હતો. મીરાનો દિયર પણ તેની સાથે નોકરાણી જેવું વર્તન કરતો હતો. મીરાના સાસરિયાંને ઘર ખરીદવું હોવાથી તેમણે તેની પાસે પૈસા માગ્યા હતા. મીરાએ આ અંગે પોતાના પિતાને વાત કરી હતી. જાે કે, મીરાના પિયરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેઓ પૈસા આપી શક્યા નહોતા.

ત્યારબાદ સાસરિયાં તરફથી ત્રાસ વધી ગયો હતો અને તેથી મીરાના પિતા તેને પોતાની સાથે લઈ ગયા હતા. જાે કે, ઘર-સંસાર ન બગડે તે માટે મીરા પતિ પાસે આવી ગઈ હતી. ૧૪ ફેબ્રુઆરીના રોજ દિયર-દેરાણી ફરવા ગયા હતા ત્યારે મીરાએ અલગ રહેવા જવાની વાત કરી હતી. ત્યારે સાસુએ કહ્યું હતું કે, તને અલગ રહેવા જવા નહીં દઉ અને તને અહીંયા જ રાખીને નોકરાણીની જેમ બધું કામ કરાવીશ.

બાદમાં ઝઘડો થયો હતો અને મીરાના પતિએ તેને માર માર્યો હતો. મીરાના પિતાને જાણ થતા તેઓ ફરીથી તેને તેડી ગયા હતા. એક મહિના બાદ સમાજના લોકો વચ્ચે પડતા મીરા ફરી સાસરીમાં રહેવા ગઈ હતી અને તેઓ મણિનગરમાં અલગ રહેવા લાગ્યા હતા. ત્યાં પણ પતિ ભેગા રહેવા જવાનું કહીને ઝઘડો કરતો હતો. ૧૭મી સપ્ટેમ્બરના રોજ મીરાને તાવ આવ્યો હોવાથી કપડા ધોયા નહોતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.